પાલેજ તાલુકા પંચાયત 1 બેઠક કોંગ્રેસ તેમજ પાલેજ જિલ્લા પંચાયત 22 બેઠક કોંગ્રેસના ઉમેદવારોની બાઇક રેલી યોજાઈ, મોટી સંખ્યામાં સમર્થકો બાઇક રેલીમાં જોડાયા હતા…
પાલેજ તાલુકા પંચાયત 1 બેઠક કોંગ્રેસ તેમજ પાલેજ જિલ્લા પંચાયત 22 બેઠક કોંગ્રેસના ઉમેદવારોની બાઇક રેલી યોજાઈ, મોટી સંખ્યામાં સમર્થકો બાઇક રેલીમાં જોડાયા હતા…
સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને હવે માત્ર ગણતરીના કલાકો આડા છે ત્યારે બે મુખ્ય રાજકિય પક્ષો કોંગ્રેસ અને ભાજપ દ્વારા મતદારોને રીઝવવા માટે ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે. જે અંતર્ગત પાલેજ તાલુકા પંચાયત 1 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મોહસીન પઠાણ તેમજ પાલેજ જિલ્લા પંચાયત 22 બેઠક કોંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન વસાવાની સમર્થકો સાથે બાઇક રેલી યોજાઇ હતી. આયોજિત બાઇક રેલી ટંકારીયા ગામમાંથી પ્રસ્થાન થઇ પાલેજ જિલ્લા પંચાયત બેઠકના 12 ગામોમાં પરિભ્રમણ કરી પરત ટંકારીયા પહોંચી હતી.
આયોજિત બાઇક રેલી જ્યારે પાલેજ ટાઉનમાં પ્રવેશી ત્યારે સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમર્થકો દ્વારા કોંગ્રેસ જિંદાબાદ, જીતેગા ભાઇ જીતેગા કોંગ્રેસવાલા જીતેગા ના ગગનભેદી નારાઓથી ટાઉનનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. બાઇક રેલી ટાઉનના મુખ્ય બજાર થઇ દરગાહ રોડ, પોલીસ મથક પાસેથી નવીનગરી, આઝાદ નગરી, લીમડાશેરી થઇ નગરની વિવિધ કોલોનીઓમાં પરિભ્રમણ કરી પાલેજ જિલ્લા પંચાયત 22 બેઠકના 12 ગામોમાં પરિભ્રમણ કરી ટંકારીયા પરત ફરી હતી. બાઇક રેલી સાથે પાલેજ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે આગામી 26 મી એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં મતદારો કયા પક્ષના ઉમેદવારને વિજયની વરમાળા પહેરાવશે તે 28 મી એપ્રિલે જાણવા મળશે…
:: .. ભરૂચ…***(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)