ગોધરા શહેર માં આવેલ મેક્કેબ મેમોરિયલ સ્કૂલ માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી

ગોધરા શહેર માં આવેલ મેક્કેબ મેમોરિયલ સ્કૂલ માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી
મેંકેબ મેમોરિયલ હાઈસ્કૂલ, ગોધરા અને મેથોડિસ્ટ ગર્લ્સ પ્રેક્ટિસ સ્કૂલ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે શિક્ષકદિનની ઉજવણી ભાવસભર, ઉલ્લાસમય અને પ્રેરણાદાયી વાતાવરણમાં કરવામાં આવી હતી. શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા, સન્માન અને આદરની લાગણી વ્યક્ત કરતી આ ઉજવણીમાં શિક્ષણના મહત્ત્વ સાથે જીવનમૂલ્યોના સંવર્ધનનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે શાળા મેનેજમેન્ટ વતી શાળા મેનેજર રેવ. નગીન ચૌહાણ સાહેબ તથા શ્રીમતી ડોરીસ બેલા ચૌહાણ દ્વારા આચાર્ય શ્રી સુરેશભાઈ પરમાર અને સમગ્ર સ્ટાફ પરિવારને કાર્ડ તથા પુષ્પ અર્પણ કરી શિક્ષકદિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સન્માનમાં શિક્ષક પ્રત્યેની કૃતજ્ઞતા અને માનવંદનાની લાગણી સુંદર રીતે પ્રગટ થઈ હતી.
આ પ્રસંગે શાળાની ભૂતપૂર્વ શિક્ષિકા શ્રીમતી ફ્લોરેન્સબેન ક્રિશ્ચિયન તથા ધોરણ-૬ના વિદ્યાર્થી ફેડરિક તરફથી દરેક શિક્ષકમિત્રને પેનની ભેટ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ શિક્ષક દ્વારા કરવામાં આવેલ આ સ્નેહભર્યું સન્માન શિક્ષક-વિદ્યાર્થી સંબંધની આત્મીયતાનું પ્રતિબિંબ બની રહ્યું હતું.
આ પ્રસંગે સ્કૂલનાં પ્રિન્સિપાલ સુરેશ ભાઈ પરમાર દ્વારા શાળા પરિવાર ને શિક્ષક દિન નિમિતે તમામ બાળકો તથા સ્ટાફ ગન ને શુભેછા પાઠવી હતી