વડોદરા જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વેગ ગામોમાં સ્વચ્છતા, જનજાગૃતિ અને જનભાગીદારી પર ભાર

વડોદરા જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વેગ
ગામોમાં સ્વચ્છતા, જનજાગૃતિ અને જનભાગીદારી પર ભાર
(વડોદરા, તા.૦૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર) સ્વચ્છ ભારત મિશન–ગ્રામિણ અંતર્ગત વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન ગામોની સ્વચ્છતા સાથે જનજાગૃતિ અને ગ્રામજનોની સક્રિય ભાગીદારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ગામના ભાગોળ, રસ્તાઓની આસપાસ તથા અન્ય જાહેર સ્થળોએ રહેલા ઝાડી-ઝાંખરા અને કચરાનો નિકાલ કરી સ્વચ્છતા જાળવવા માટે કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત, ગામના મુખ્ય રસ્તાઓ, પાણીની ટાંકીઓ તથા અન્ય જાહેર સ્થળોએ ઓળખાયેલા કચરાના હોટસ્પોટ્સની સફાઈ કરવામાં આવી હતી.
સ્વચ્છતા અંગે ગ્રામજનોમાં જાગૃતિ વધે અને તેઓ સ્વચ્છતા પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાય તે માટે ફળિયા મુલાકાતો તથા ગ્રામ પંચાયત કક્ષાએ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘર તથા ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા ગ્રામજનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, જળાશયોની આસપાસની સફાઈ હાથ ધરી પ્લાસ્ટિક સહિતના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. અગાઉ ઓળખાયેલા ડમ્પિંગ સાઇટ્સની પણ સફાઈ કરી કચરાના અનિયમિત નિકાલને નિયંત્રિત કરવા માટે કામગીરી કરવામાં આવી હતી.
આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામની પરિકલ્પનાને સાકાર કરવાનો તેમજ ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારી અને કાયમી સ્વચ્છતા માટેની ટેવ વિકસાવવાનો રહ્યો હતો. ગ્રામજનોની સક્રિય ભાગીદારીથી સ્વચ્છતા પ્રવૃત્તિઓને વધુ અસરકારક અને ટકાઉ બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો મળ્યો છે.
માન. વડાપ્રધાન આગમન નિમિત્તે ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતાની બાબતમાં લોક જાગૃતિ આવે એ હેતુથી શાળા કાર્યક્રમ કરવામાં આવ્યા. ઘન કચરા વ્યવસ્થાપનના નવા નિયમો વિષે સમજૂત કરવામાં આવ્યા. જેંમાં વિદ્યાર્થીઓને નવા નિયમોની વિસ્તૃત સમજુતી આપવામાં આવી. ગ્રામ્ય કક્ષાએ લોક જાગૃતિ માટે ગ્રુપ ચર્ચા કરી સમજૂત કરવામાં આવ્યા. જેમાં ભારત સરકારે Solid Waste Management Rules, 2026 જાહેર કર્યા છે, જે 27 જાન્યુઆરી 2026ના રોજ અધિસૂચિત કરવામાં આવ્યા છે. નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ ઘન કચરાનું સુવ્યવસ્થિત સંગ્રહ, અલગકરણ, પરિવહન, પ્રક્રિયા, રિસાયક્લિંગ અને વૈજ્ઞાનિક નિકાલ સુનિશ્ચિત કરી ગામને સ્વચ્છ રાખવા જણાવવામાં આવ્યું હતું.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ