Uncategorized

પાદરા શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

 

પાદરા શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

 

(વડોદરા, તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર) પાદરા શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. પાદરાની પી.પી. શ્રોફ હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. તિરંગા યાત્રામાં પાદરા શહેરના મોટી સંખ્યામાં નગરજનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને ભારત માતાના જયઘોષ સાથે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હજારો લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાથી સમગ્ર પાદરા શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. યાત્રા દરમિયાન દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. પાદરા શહેરમાં યોજાયેલી આ તિરંગા યાત્રા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને દેશ પ્રત્યેની એકતા, અખંડિતતા તથા ગૌરવની ભાવનાને ઉજાગર કરતી રહી હતી.

 

યાત્રામાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા પોલીસ મથકના પી.આઈ. પ્રતાપસિંહ ગોહિલ, સંગઠનના આગેવાનો, નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પાદરા નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ સહિત નગરપાલિકાના સદસ્યો, તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ પણ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!