Uncategorized

આણંદ જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી એક્શન મોડમાં: અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ યુદ્ધના ધોરણે કામગીરી કરવા અધિકારીઓને સૂચના

 

 

આણંદ જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી એક્શન મોડમાં: અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ યુદ્ધના ધોરણે કામગીરી કરવા અધિકારીઓને સૂચના

 

***

 

મેઘવા બડાપુરા ગામે કેનાલમાં પડેલું ગાબડું ત્વરિત પુરાયું: તારાપુર અને પેટલાદમાં પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સજ્જ

 

***

 

વરસાદી આફત વચ્ચે જનજીવન સુરક્ષિત રાખવા આણંદ જિલ્લા પ્રશાસન મેદાનમાં: વિવિધ તાલુકાઓમાં વરિષ્ઠ અધિકારીઓના સ્થળ નિરીક્ષણ

 

***

 

કેનાલમાં પડેલા ગાબડાની ત્વરિત મરામત અને માર્ગો પરથી પાણીના નિકાલનું સઘન આયોજન

 

***

 

આણંદ, શુક્રવાર:::: આણંદ જિલ્લામાં ગઈકાલથી વરસી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે અને જનજીવન સામાન્ય રાખવા માટે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

 

 

જિલ્લા કલેક્ટર શ્રીએ તારાપુર તાલુકાના મહિયારી ગામે હાઈવે પર ભારે વરસાદને કારણે થયેલી સ્થિતિનું નિરીક્ષણ કરી પાણીના ત્વરિત નિકાલ માટે સુવ્યવસ્થિત આયોજન કરવા અને વાહનવ્યવહારમાં અવરોધ ન ઊભો થાય તે માટે તાકીદે કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

 

 

 

વહીવટી તંત્ર દ્વારા વરસાદી આપત્તિના આગોતરા વ્યવસ્થાપન માટે પેટલાદ ખાતે આવેલા ઐતિહાસિક મલાવ તળાવની પણ મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં કલેક્ટર શ્રીએ નગરપાલિકા, સિંચાઈ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને પાણીનો પ્રવાહ અટક્યા વિના સતત વહેતો રહે અને નગરજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા જણાવ્યું હતું.

 

 

 

ઉમરેઠ તાલુકાના મેઘવા બડાપુરા ગામે કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવતા આણંદ જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર ઉમરેઠ દ્વારા સમયસૂચકતા વાપરી ત્વરિત ધોરણે મહી સિંચાઈ વિભાગ નડિયાદનો સંપર્ક સાધી મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે કોઈ જાનહાની કે માલહાની થવા પામી નથી.

 

 

 

સોજીત્રા તાલુકાના મઘરોલ ગામે ઇન્દિરા કોલોની વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી સોજીત્રા મામલતદાર દ્વારા અસરગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. અતિવૃષ્ટિના કારણે પ્રભાવિત થયેલા ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સાથે તેઓને રહેવા અને જમવાની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચાલુ વરસાદે વહીવટી તંત્ર દ્વારા પાયાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

 

આમ, જિલ્લાના તમામ તાલુકાઓમાં વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરીને નાગરિકોની સુરક્ષા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!