Uncategorized

આથેલા જૈવિક ખાતર, આવકમાં વૃદ્ધિ અને પર્યાવરણીય સંતુલન અંગે વડોદરાના ડભોઇ તાલુકામાં કિશાન ગોષ્ઠી યોજાઇ

 

આથેલા જૈવિક ખાતર, આવકમાં વૃદ્ધિ અને

 

પર્યાવરણીય સંતુલન અંગે વડોદરાના ડભોઇ તાલુકામાં કિશાન ગોષ્ઠી યોજાઇ

 

(વડોદરા, તા.૨૪ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર) “આથેલા જૈવિક ખાતર થી સમૃદ્ધ જમીન, આવકમાં વૃદ્ધિ અને પર્યાવરણીય સંતુલન” વિષય પર કિશાન ગોષ્ઠીનું આયોજન આજરોજ સત્તરગામ પટેલ સમાજવાડી, ડભોઈ, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ICAR-IARI, નવી દિલ્હીના સસ્ય વિજ્ઞાન વિભાગના ડૉ. સંજય સિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને અને પ્રોજેક્ટ સંયોજકના માર્ગદર્શન હેઠળ, મારુતિ સુઝુકી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સીએસઆર સહયોગથી તથા ICAR-IARI અને આત્મા વિભાગ વડોદરાના સંયુક્ત પ્રયાસોથી યોજાયો હતો.

 

કાર્યક્રમમાં ૧૦૦થી વધુ મહિલા ખેડૂતો સહિત આશરે ૨૫૦૦ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. સંજય સિંહ રાઠોડે આથેલા જૈવિક ખાતર, જમીનનું સ્વાસ્થ્ય અને ટકાઉ કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી એમ. એમ. પટેલ,સંયુક્ત નિયામકશ્રી અને ડૉ. બી. એમ. મહેતા અધ્યક્ષશ્રી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વડોદરા દ્વારા પણ ખેડૂતોને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ, સરકારી યોજનાઓ અને નવીન કૃષિ તકનીકો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

 

ડૉ. ઋષિ રાજ, વરિષ્ઠ વૈજ્ઞાનિકએ પાક ઉત્પાદનમાં આથેલા જૈવિક ખાતરના મહત્વ અને લાભો અંગે, જ્યારે ડૉ. સ્મૃતિ રંજન પધાન વૈજ્ઞાનિકએ જમીનના સ્વાસ્થ્ય અને ટકાઉ પાક ઉત્પાદન અંગે માહિતી આપી. શ્રી જે. ડી. ચારેલા, પ્રોજેક્ટ ડિરેક્ટર આત્મા વિભાગ, ડૉ. ચિરાગ પટેલએ મુખ્ય પાકોમાં પોષક તત્ત્વ વ્યવસ્થાપન તથા શ્રી મહેશ ચૌધરીએ વિવિધ સરકારી કૃષિ યોજનાઓ અંગે માહિતી આપી હતી.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!