Uncategorized

બોરસદ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશનનો રૂપિયા 50 લાખ 68 હજાર વિદેશી દારૂના મુદામાલનો નાશ કરવામાં આવ્યો

*બોરસદ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશનનો રૂપિયા 50 લાખ 68 હજાર વિદેશી દારૂના મુદામાલનો નાશ કરવામાં આવ્યો*

 

શ્રી રાઘવેન્દ્ર વત્સ, પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિભાગ સાહેબ અને શ્રી જી.જી.જસાણી, પોલીસ અધિક્ષક, આણંદ સાહેબ નાઓએ ઓગસ્ટ 2025 થી એપ્રિલ 2026 માં પકડાયેલ વિદેશી દારૂના મુદામાલ નાશ કરવા માર્ગદશન આપેલ.

જે અન્વયે શ્રી એસ.પી.કહાર, નાયબ પોલીસ અધિક્ષક, બોરસદ વિભાગ સાહેબની સૂચના મુજબ બોરસદ તાલુકાના બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ એમ 4 પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ નિકાલ અર્થના હુકમો મેળવી પ્રાંત અધિકારીશ્રી બોરસદનાઓની અધ્યક્ષતામાં તારીખ 29/06/2026ની મંજૂરી મેળવવામાં આવેલ.

 

જે અનુસંધાને આજરોજ બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશન(બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ, ભાદરણ)ના ઓગસ્ટ 2025 થી એપ્રિલ 2026 ના વિદેશી દારૂના મુદામાલ નાશ અર્થે શ્રી અમિત પટેલ પ્રાંત અધિકારીશ્રી બોરસદ , શ્રી એસ.પી.કહાર ડીવાયએસપીશ્રી બોરસદ વિભાગ, શ્રી ડી.જે.વાનાણી નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રી આણંદ તથા પોલીસ ઇન્સ્પેકટર પી.બી.જાદવ, ડી.આર.ચૌધરી, આર.બી.વનાર, એચ.જી.ભરવાડ (બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ, ભાદરણ) ની હાજરીમાં કુલ 64 ગુનામાં પકડાયેલ કુલ 24,284/- બોટલ, જેની કિંમત રૂ. 50,68,381/- ( પચાસ લાખ અડસઠ હજાર ત્રણસો એક્યાંસી લાખ )ના મુદામાલનો નાશ નિસરાયા ગામની સીમમાં કરવામાં આવેલ છે.

 

જેમાં પ્રાંત ઓફીસ બોરસદના અધિકારી/સ્ટાફ, બોરસદ ડીવીઝન સ્ટાફ , 4 પોલીસ સ્ટેશનના અધિકારી/સ્ટાફ, બોરસદ યુ.એચ.સી.ની મેડિકલ ટિમ, બોરસદ ફાયર વિભાગની ટીમ કામગીરીમાં જોડાયેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!