શિનોર તાલુકાના માંડવા ગામે માર્ગ પરથી માટી દૂર કરી વાહનવ્યવહાર એક કલાકમાં પુનઃ શરૂ કરાયો ભારે વરસાદ બાદ તાલુકા તંત્રની ત્વરિત કામગીરીથી માર્ગ અવરોધ દૂર કરવામાં આવ્યો

શિનોર તાલુકાના માંડવા ગામે માર્ગ પરથી
માટી દૂર કરી વાહનવ્યવહાર એક કલાકમાં પુનઃ શરૂ કરાયો
ભારે વરસાદ બાદ તાલુકા તંત્રની ત્વરિત કામગીરીથી માર્ગ અવરોધ દૂર કરવામાં આવ્યો
(વડોદરા, તા.૦૨ ઓગસ્ટ ૨૦૨૬, રવિવાર) શિનોર તાલુકાના માંડવા ગામ ખાતે ભારે વરસાદના કારણે ખેતરોની માટી માર્ગ પર તણાઈ આવતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. માર્ગ પર મોટી માત્રામાં માટી જમા થવાથી વાહનોની અવરજવર અસ્થાયી ધોરણે અવરોધાઈ હતી અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ તાલુકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જરૂરી મશીનરી અને માનવબળને સ્થળ પર મોકલી માર્ગ પર જમા થયેલી માટી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન માર્ગની સલામતી સુનિશ્ચિત રાખીને અવરોધ દૂર કરવામાં આવ્યો હતો.
તાલુકા તંત્રની ઝડપી કામગીરીના પરિણામે માત્ર એક કલાકમાં જ માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો કરી વાહનવ્યવહાર પુનઃ શરૂ કરાવવામાં આવ્યો હતો. સમયસર હાથ ધરાયેલી કાર્યવાહીના કારણે સ્થાનિક નાગરિકોને પડતી મુશ્કેલીઓનો નિવેડો આવ્યો હતો અને વિસ્તારમાં અવરજવર ફરીથી સામાન્ય બની હતી.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ