Uncategorized

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની વડોદરા અને પાદરા મુલાકાતની તૈયારીઓ તેજ

 

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની વડોદરા અને પાદરા મુલાકાતની તૈયારીઓ તેજ

 

*******************

 

રાષ્ટ્રપતિશ્રીના આગમનને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અપાયું

 

(વડોદરા, તા.૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર) રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આગામી તા. ૨૩ના રોજ વડોદરા શહેર અને પાદરાની મુલાકાતે પધારનાર હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુલાકાતને અનુલક્ષીને જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રપતિશ્રીની મુલાકાત સુચારૂ, વ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત વિભાગો સાથે સંકલન કરી વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

 

રાષ્ટ્રપતિશ્રી તા. ૨૩ના રોજ સવારે ૧૧:૪૦ કલાકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી છાત્રોને પદવી એનાયત કરશે. આ પ્રસંગને અનુલક્ષીને યુનિવર્સિટી પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં જરૂરી વહીવટી અને સુરક્ષા વ્યવસ્થાઓ સુદૃઢ બનાવવામાં આવી રહી છે.

 

ત્યારબાદ રાષ્ટ્રપતિશ્રી બપોરે ૩:૪૫ કલાકે પાદરા ખાતે તાજપુરા રોડ ઉપર આયોજિત બ્રહ્મકુમારીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમને અનુલક્ષીને સ્થળ પર જરૂરી વ્યવસ્થાઓ, આગમન-પ્રસ્થાનના માર્ગો, પાર્કિંગ સહિતની વિવિધ બાબતો અંગે સંબંધિત અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

 

રાષ્ટ્રપતિશ્રીની પાદરા મુલાકાતની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયા તથા પ્રાંત અધિકારી શ્રી ઐશ્વર્યા દૂબેએ પાદરાની મુલાકાત લઇ કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ પર ઉપલબ્ધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી તેમજ જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

 

રાષ્ટ્રપતિશ્રીની મુલાકાત દરમિયાન તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે જળવાઈ રહે અને કાર્યક્રમો નિર્ધારિત સમય મુજબ સફળતાપૂર્વક યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રપતિશ્રીના આગમનને અનુલક્ષીને પ્રોટોકોલ, સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા તથા અન્ય જરૂરી બાબતો અંગે સંબંધિત તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!