Uncategorized
નવયુગ વિદ્યાલય જંબુસરમાં કાનૂની સેવા સમિતિ દ્વારા શિક્ષણ શિબિર યોજાઈ

નવયુગ વિદ્યાલય જંબુસરમાં કાનૂની સેવા સમિતિ દ્વારા શિક્ષણ શિબિર યોજાઈ
કાનૂની સેવા સત્તા મંડળ ના નેજા હેઠળ ,ગુજરાત રાજ્ય કાનૂની સેવા મંડળ, ભરૂચ જિલ્લા તથા તાલુકા કાનૂની સેવા સમિતિ ના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ અભિયાન અંતર્ગત શિક્ષણ શિબિર નું આયોજન થયું
આ પ્રસંગે શ્રી ઈશ્વરભાઈ ઠાકોર સાહેબ તથા તેમની ટીમ ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓને કાનૂની સેવા અંતર્ગત વિશિષ્ટ માર્ગદર્શન આપ્યું તથા વિદ્યાર્થીઓ જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી
આ પ્રસંગે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તેઓનું પુસ્તક થી સ્વાગત કરી મીઠો આવકાર આપ્યો હતો સાથે કાર્યક્રમના અંતે આભાર વિધિ કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવયુગ વિદ્યાલયના આદર્શ શિક્ષક શ્રી દાનાભાઈ મીરે કર્યું હતું