Uncategorized

નવયુગ વિદ્યાલય જંબુસરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ 

 

નવયુગ વિદ્યાલય જંબુસરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ

વિજ્ઞાન દિવસની ઉજવણી નો હેતુ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ બહાર આવે ,વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ કેળવાય તથા આજના ટેકનોલોજી યુગ સાથે કઈ રીતે જોડાવું તે અંતર્ગત વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના મોડેલ , પ્રોજેક્ટ તથા પ્રયોગો રજૂ કર્યા હતા .

શાળામાં જુદી જુદી કૃર્તિઓ રજૂ કરવામાં આવી જેમાં ધોરણ 11 ની વિદ્યાર્થીનીઓ પરમાર ભાર્ગવી તથા જોશી આયુષી દ્વારા ગ્રહોની ગતિ અને તેના પ્રકારની માહિતી દર્શાવતું મોડેલ રસપ્રદ હતું. માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા ફોટો વોલ્ટેઇક ખેતી દર્શાવતો ઉત્તમ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો

આ આયોજન શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ પરમાર તથા શ્રી સેહજાદ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું

શાળાના પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકી સાહેબે શ્રેષ્ઠ આયોજનને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા તથા વિજ્ઞાન દિવસની ઉજવણી બાબતે શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી સેહજાદ ભાઈએ ઉપરોક્ત માહિતી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!