Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદ બાદ રોગચાળાને ડામવા મનપાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

 

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદ બાદ રોગચાળાને ડામવા મનપાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

 

***

 

મહાનગરપાલિકા વિસ્તારમાં ૯૯ ટીમો દ્વારા સઘન સર્વેક્ષણ અને આરોગ્ય લક્ષી કામગીરી શરૂ

 

***

 

વાહકજન્ય અને પાણીજન્ય રોગો અટકાવવા ડોર-ટુ-ડોર સર્વે અને ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી

 

***

 

પાણીજન્ય રોગોના અટકાયત માટે પીવાના પાણીની ગુણવત્તા જાળવવા જળ સ્ત્રોતોનું સુપર ક્લોરીનેશન કરવામાં આવ્યું

 

***

 

આણંદ, મંગળવાર:::: આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે સંભવિત રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સઘન અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી વિરામ બાદ પાણીજન્ય અને વાહકજન્ય રોગો ફાટી ન નીકળે તે હેતુથી કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ ઝાડા-ઉલટી અને ટાઈફોઈડ જેવા રોગોને ફેલાતા અટકાવવા માટે માઈક્રો પ્લાનિંગ સાથે કામગીરી કરવામાં આવી રહી છે.

 

 

 

વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની ૯૯ જેટલી ટીમો દ્વારા ઘર-ઘર ફરીને સઘન સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ટીમો દ્વારા ઘરની અંદર અને આસપાસ ભરાયેલા પાણીના પાત્રો જેવા કે કુલર, ફ્રીજની ટ્રે, ટાયર અને કુંડાની ઝીણવટભરી તપાસ કરી એન્ટિ-લાર્વલ કામગીરી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં મચ્છરના ઉપદ્રવને રોકવા માટે ટેમિફોસના દ્રાવણનો છંટકાવ કરવાની સાથે થર્મલ ફોગિંગની કામગીરી પણ સઘન બનાવવામાં આવી છે. જનજાગૃતિ માટે અઠવાડિયામાં એક દિવસ ‘ડ્રાય-ડે’ ઉજવીને પાણીના પાત્રો ખાલી કરી સુકવવાની સમજણ પણ આપવામાં આવી રહી છે.

 

 

 

પાણીજન્ય રોગોના અટકાયત માટે પીવાના પાણીની ગુણવત્તા જાળવવા જળ સ્ત્રોતોનું સુપર ક્લોરીનેશન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર ક્લોરીન ટેબ્લેટ્સ અને ઓઆરએસ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ફીલ્ડ સ્ટાફ દ્વારા તાવના દર્દીઓના બ્લડ સ્મીયર લઈ સ્થળ પર જ પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!