પેરા એથ્લેટ રાકેશ કુમારે વડોદરામાં યોજાયેલા ખેલો ઇન્ડિયા સંવાદની પ્રશંસા કરી

પેરા એથ્લેટ રાકેશ કુમારે વડોદરામાં યોજાયેલા ખેલો ઇન્ડિયા સંવાદની પ્રશંસા કરી
*****************
આવા કાર્યક્રમો દ્વારા રમતવીરો સાથે જોડાવાના પ્રયાસો બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા
(વડોદરા, તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર) બિહારના પેરા-એથ્લેટ રાકેશ કુમાર, જેઓ હાલમાં ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તાલીમ લઈ રહ્યા છે, તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે યોજાયેલા ખેલો ઇન્ડિયા સંવાદના ભાગરૂપે યુવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે જીવનમાં પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સકારાત્મક અને ધ્યાન કેન્દ્રિત રહેવા વિશે વાત કરી હતી અને આવા કાર્યક્રમો દ્વારા રમતવીરો સાથે જોડાવાના પ્રયાસો બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી હતી.
રાષ્ટ્રીય રમતગમત દિવસ ૨૦૨૬ના પ્રસંગે, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ‘મેરા યુવા ભારત’ના માધ્યમથી વડોદરા ખાતે ‘ખેલો ઇન્ડિયા સંવાદ – ખેલ કી બાત PM કે સાથ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશવ્યાપી યુવા જોડાણના આ કાર્યક્રમે યુવાનોને રમતવીરો અને લોકપ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા, વિચારો શેર કરવા અને રમતગમત તથા યુવા સંચાલિત રાષ્ટ્રનિર્માણના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડ્યો હતો. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને ભારતના વિકાસની યાત્રામાં ભાગીદાર બનવા હાકલ કરી હતી.
રાકેશ કુમારને આ કાર્યક્રમમાં અતિથિ રમતવીર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમણે ત્યાં ઉપસ્થિત યુવાનો અને રમતવીરો સાથે પોતાની વાર્તા શેર કરી હતી. તેઓ ૨૦૨૧થી પેરા-બેડમિન્ટન રમતવીર તરીકે રમી રહ્યા છે અને તેમણે ત્રણ રાષ્ટ્રીય તથા ચાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. તેમણે ઇજિપ્તમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને રાષ્ટ્રીય સ્પર્ધામાં પણ એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમણે ખેલો ઇન્ડિયા સંવાદની પ્રશંસા કરી હતી, જે દરેક રમતવીર સુધી પહોંચવા અને મદદ કરવા તથા તેમની સાથે આવનારી પેઢીના ખેલાડીઓ માટે વધુ તકો લાવવા માટેનું એક મંચ છે. આવા ઉત્કૃષ્ટ સાહસની શરૂઆત કરવા બદલ તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માન્યો હતો અને યુવાનોને આ રમતગમતની યાત્રાનો હિસ્સો બનવા માટે આમંત્રણ આપ્યું હતું.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ