Uncategorized
નવયુગ વિદ્યાલય જંબુસરના વિદ્યાર્થીઓને રેફરલ હોસ્પિટલ દ્વારા રસીકરણ થયું


નવયુગ વિદ્યાલય જંબુસરના વિદ્યાર્થીઓને રેફરલ હોસ્પિટલ દ્વારા રસીકરણ થયું
નવયુગ વિદ્યાલય જંબુસરમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ના સહકારથી ધનુર ની રસી તથા કૃમિની ગોળીઓનું વિતરણ શાળાના તમામ વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું. ઉલ્લેખનીય બાબતે એ હતી કે મોટાભાગના વાલી શ્રીઓએ પોતાના સંતાનના રસીકરણ માટે લેખિતમાં સંમતિ આપી હતી.
જંબુસર રેફરલ હોસ્પિટલ ના ડોક્ટર શેખા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમના સ્ટાફ પરિવાર દ્વારા પ્રશંસનીય કામગીરી બદલ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે આભાર માન્યો હતો તથા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.