Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

ત્રિફળા – કુદરતી રીતે વજન નિયંત્રણનો અસરકારક ઉપાય

 

ત્રિફળા – કુદરતી રીતે વજન નિયંત્રણનો અસરકારક ઉપાય

 

*****************

 

હરડે, બહેડા અને આમળાનું આયુર્વેદિક સંયોજન મેદસ્વિતા નિવારવા અસરકારક

 

(વડોદરા, તા.૧૧ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર) વર્તમાન સમયમાં મેદસ્વિતા માત્ર દેખાવ સાથે જોડાયેલી સમસ્યા નથી, પરંતુ તે ડાયાબિટીસ, હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ તથા અન્ય રોગોનું મુખ્ય કારણ બની રહી છે. મેદસ્વિતા શરીર માટે એક ગંભીર આરોગ્ય સમસ્યા પણ છે. અનિયમિત આહાર, સરળ જીવન અને શારીરિક શ્રમના અભાવે શરીરમાં વધારાની ચરબી જમા થવા લાગે છે. જેના નિવારણ માટે આયુર્વેદમાં ઉત્તમ ઔષધિરૂપ મનાતું “ત્રિફળા”. ત્રિફળા એટલે હરડે, બહેડા અને આમળા એમ ત્રણ ફળોનું સંયોજન. “ત્રિફળા”નો ઉલ્લેખ ભારતીય પ્રાચીન આયુર્વેદિક ગ્રંથ “ચરકસંહિતા” અને “સુશ્રુતસંહિતા”માં કરવામાં આવેલો છે. આયુર્વેદ મુજબ ત્રિફળામાં રહેલા હરડે, બહેડા અને આમળાનાં ફળોના ગુણોથી ત્રણ અલગ અલગ રોગ હરડેથી વાત, બહેડાથી કફ અને આમળાથી પિતનું નિવારણ પણ કરી શકાય છે. જે શરીરના પાચનતંત્રને મજબૂત બનાવે છે. સાથોસાથ મેદસ્વિતા નિવારવા પણ મદદરૂપ છે.

 

હરડે, બહેડા અને આમળાના સંયોજનથી બનેલું ત્રિફળા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢી શરીરને સ્વસ્થ બનાવે છે. ત્રિફળાના ઉકાળામાં બે ચમચી મધ ભેળવીને સવાર અને સાંજ પીવાથી શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ છે. આ પીણું પાચનક્રિયાને સુધારે છે, મેટાબોલિઝમને સક્રિય બનાવે છે. નિયમિત સેવનથી ભૂખનું સંતુલન જળવાઈ રહે છે તથા કબજિયાત જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. જે વજન નિયંત્રણ માટે મહત્વપૂર્ણ પરિબળ છે.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!