Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

પ્રાકૃતિક બાયો-ઇનપુટ્સ: જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત ખેતીને બનાવશે વધુ સમૃદ્ધ

 

પ્રાકૃતિક બાયો-ઇનપુટ્સ: જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત ખેતીને બનાવશે વધુ સમૃદ્ધ

 

*******************************

 

પ્રાકૃતિક ખેતીના આ ત્રણ આયામોથી જમીનની તંદુરસ્તી સાથે ખેડૂતોની આવકમાં વધારો

 

આલેખન વૈશાલી પરમાર

 

(વડોદરા, તા.૦૬ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર) રાસાયણિક ખેતીના વધતા પ્રભાવને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને પર્યાવરણ પર પણ વિપરીત અસર જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીની આજના સમયમાં તાતી જરૂરીયાત છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત જેવા બાયો-ઇનપુટ્સનો ઉપયોગ કરીને જમીનને સજીવ બનાવવાની સાથે પાકનું સ્વાસ્થ્ય સુધારી શકાય છે.

 

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે ૧૫ હેક્ટરમાં સંશોધન ફાર્મ, પંચસ્તરીય અને લક્ષ્યાધિપતી જેવા નવીન ખેતી મોડલ્સ છે આ સાથે અહિ પ્રાકૃતિક કૃષિની ઓળખ સમાન ગીર ગાયોની ગૌશાળા પણ છે. યુનિવર્સિટીના વેટનરી ડોકટર અપૃવ શાહે પ્રાકૃતિક ખેતીમા ગાયોના મહત્વને સમ્જાવતા જણાવ્યું હતુ કે, પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારીત છે. યુનિવર્સિટી ખાતે ૦૮ ગીર ગાય અને ૦૧ પંચમહલ જિલ્લાનું સ્થાનિક ડગરી વંશનો સમાવેશ થાય છે. આ ૦૯ ગૌવંશના ગોબર અને ગૌ મુત્રનો ઉપયોગ યુનિવર્સિટી સંશોધન ફાર્મ ખાતે કરવામાં આવે છે.

 

 

 

બોક્ષ-૧

 

જીવામૃત પ્રાકૃતિક ખેતીનું મહત્વપૂર્ણ પ્રવાહી જૈવ સંસ્કૃતિ બાયો કલ્ચર છે. જેમાં વિવિધ લાભકારી સૂક્ષ્મજીવોને સંવર્ધિત કરવામાં આવ્યા હોય છે. દેશી ગાયના તાજા છાણ, ગૌમૂત્ર સાથે ઘરગથ્થુ ચિજો જેમા કઠોળનો લોટ, દેશી ગોળ અને વડના વૃક્ષ નીચેની માટીમાંથી તે ખુબ જ સરળતાથી તૈયાર કરવામાં આવે છે. આ દ્રાવણનો ઉપયોગ જમીનમાં લાભકારી સૂક્ષ્મજીવોની સંખ્યા વધારવામાં મદદરૂપ બને છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા વધે છે, પોષક તત્ત્વોની ઉપલબ્ધતા સુધરે છે અને પાકની વૃદ્ધિ સારી થાય છે. જીવામૃતનો ઉપયોગ છંટકાવ તેમજ પિયત સાથે ૪૦૦ લિટર/એકર/પિયત માત્રામા કરી શકાય છે.

 

ઘનજીવામૃત સુકા ગોબર અને તૈયાર જીવામૃતમાંથી બનાવવામાં આવે છે. તે જમીનમાં લાભકારી સૂક્ષ્મજીવોની સંખ્યા અને સજીવ કાર્બનનું પ્રમાણ વધારવામાં, ભેજ જાળવી રાખવામાં અને જમીનની રચના સુધારવામાં મદદ કરે છે. જમીનની પાણી ધારણ કરવાની ક્ષમતા વધારવામાં પણ તેનું મહત્વનું યોગદાન છે. પ્રતિ એકર અંદાજે ૧૦૦૦ કિલોગ્રામ ઘનજીવામૃતનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!