Uncategorized

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

 

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

 

**********

 

આણંદ, ગુરૂવાર ::જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ કલેક્ટર કચેરી ખાતે આણંદ જિલ્લા માર્ગ સલામતી સમિતિ (ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમીટી) ની બેઠક યોજાઈ હતી.

 

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના નાગરિકોની સલામતીને ધ્યાને લઈ વાહન ચાલકોની સલામતી માટે જાહેર રસ્તા પર ટ્રાફિકના નિયમોનું સુચારૂ પાલન થાય તે માટે ગેરકાયદેસર પાર્કિંગ તેમજ ગેર જવાબદાર ડ્રાઇવિંગ માટે દંડ કરવા, સાઈન બોર્ડ લગાવવા, જરૂરી સ્થળોએ સ્પીડ બ્રેકર લગાવવા, સ્પીડ લિમિટ દર્શાવતાં બોર્ડ અને રેડિયમ લગાવવા સહિતનાં વિવિધ મુદ્દાઓ અંગે ત્વરિત કાર્યવાહી કરવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

 

આ બેઠકમાં સ્થાનિક સ્તરની સુરક્ષાને ધ્યાને લેતા સ્થાનિક સંસ્થા દ્વારા મેઈન રોડ પર આવેલ સ્કૂલના બાળકો અને રાહદારીઓની સલામતી માટે શાળાની સામે યોગ્ય બંપ મૂકવાની રજૂઆત અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી તે અંગે જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.

 

આ બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ માર્ગ સલામતી સબંધિત વિવિધ બાબતે, વાહન પાર્કિંગ તેમજ વાહન અકસ્માત સર્જાય તેવી સ્થિતિ નિવારવા સહિતની બાબતો અંગે વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને બાકી રહેલ કામગીરીની વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી, જેની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિગતે સમીક્ષા કરવામાં આવી હતી.

 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આર.એન.ડોડિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી લલીતકુમાર પટેલ, અધિક કલેકટરશ્રી રાહુલ ગમારા, પ્રાંત અધિકારીશ્રી, નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, એસ.ટી. વિભાગના અધિકારીશ્રી સહિત સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

 

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!