Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

નારી વંદન ઉત્સવ’ અંતર્ગત આણંદની ડી.એન. હાઈસ્કૂલ ખાતે “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી કરાઈ

 

નારી વંદન ઉત્સવ’ અંતર્ગત આણંદની ડી.એન. હાઈસ્કૂલ ખાતે “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી કરાઈ

 

************

 

 

 

મહાનુભાવોના હસ્તે દીકરી વધામણાં કીટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો અને તેજસ્વી કિશોરીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરાયું

 

***********

 

 

 

આણંદ, મંગળવાર :: કમિશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરીત આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણીના ભાગરૂપે “બેટી બચાવો, બેટી પઢાવો” થીમ હેઠળ કિશોરીઓ માટે ડી.એન. હાઈસ્કૂલ હોલ, આણંદ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .

 

 

 

આ તકે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી નિલેશ્વરીબા ગોહિલે “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસ અંતર્ગત પ્રાસંગિક વક્તવ્ય આપતાં મહિલા સશક્તિકરણ તેમજ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે જાગરૂકતા કેળવવા સમજણ પૂરી પાડી હતી. તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકશ્રી રિપલબેન ડાભી દ્વારા મહિલાલક્ષી સરકારી યોજનાઓ, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર અને ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની કામગીરી અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.

 

 

 

આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી રિદ્ધિ ગુપ્તેએ “મહિલા સુરક્ષા: સજાગતા એ જ સાચી સુરક્ષા” વિષય પર માર્ગદર્શન આપતાં શી-ટીમ, મહિલા હેલ્પલાઈન નંબર ૧૮૧, પોલીસ હેલ્પલાઈન નંબર ૧૦૦ અને દીકરીઓના ઉજ્જવળ કરિયર ઘડતર અંગે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. તે.જ ચારૂતર એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ ડિરેક્ટરશ્રી મહેશભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.

 

 

 

આ કાર્યક્રમ દરમિયાન નવજાત દીકરીઓ માટે ‘દીકરી વધામણાં કીટ’, ‘વ્હાલી દીકરી યોજના’ના મંજૂરી હુકમો તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી કિશોરીઓને ‘એજ્યુકેશન કીટ’ આપી સન્માનિત કરવામાં આવી હતી.

 

 

 

આ કાર્યક્રમમાં કસ્તુરબા કન્યા વિદ્યાલયના સુપરવાઈઝરશ્રી રાજેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા સ્વાગત પ્રવચન તેમજ જેન્ડર સ્પેશાલિસ્ટશ્રી હરેન્દ્રભાઈ પટેલ દ્વારા આભારવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

 

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!