Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

કરમસદ આણંદ મહાનગરપાલિકાની લાલ આંખ: ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે ૨૯૦ એકમો પાસેથી રૂ. ૧.૦૯ લાખથી વધુનો દંડ વસૂલાયો

 

કરમસદ આણંદ મહાનગરપાલિકાની લાલ આંખ: ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે ૨૯૦ એકમો પાસેથી રૂ. ૧.૦૯ લાખથી વધુનો દંડ વસૂલાયો

 

***

 

શહેરને સ્વચ્છ બનાવવા તંત્ર એક્શન મોડમાં: સેનીટેશન વિભાગે એક માસમાં ૨૯૦ એકમો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી

 

***

 

સ્વચ્છતા અભિયાન હેઠળ કરમસદ આણંદ મહાનગરપાલિકાની કાર્યવાહી: ગંદકી અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ પાસેથી દંડ વસૂલાયો

 

***

 

આણંદ, સોમવાર:::: કરમસદ આણંદ મહાનગરપાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવાના અને પર્યાવરણના જતનના ઉમદા હેતુ સાથે જુલાઈ માસ દરમિયાન સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી ફેલાવતા અને સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ ૨૯૦ એકમો સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર માસ દરમિયાન ચાલેલી આ કામગીરીમાં વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. ૧,૦૯,૩૫૦ જેટલી માતબર રકમનો દંડ વસૂલ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે.

 

મહાનગરપાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા જુલાઈ માસ દરમિયાનના સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જાહેર સ્થળોએ કે પોતાના વ્યવસાયિક એકમોની આસપાસ ગંદકી કરતા અને સ્વચ્છતાના ધોરણોનું ઉલ્લંઘન કરનારા ૧૬૪ જેટલા એકમો સામે લાલ આંખ કરવામાં આવી હતી. આ એકમો પાસેથી વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. ૩૮,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

 

આ સાથે જ પર્યાવરણને નુકસાન કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ પણ તંત્ર દ્વારા સમાંતર રીતે કાર્યવાહી કરવામાં આવી છે. આ જ સમયગાળા દરમિયાન સેનીટેશન વિભાગની ટીમ દ્વારા વિવિધ વ્યાપારી એકમોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ૧૨૬ એકમો મળી આવ્યા હતા. આ એકમો સામે દંડનીય કાર્યવાહીના ભાગરૂપે વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. ૭૧,૩૫૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

 

મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા આ કડક પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પ્લાસ્ટિક મુક્ત શહેરના સંકલ્પને સાકાર કરવાનો છે.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!