Uncategorized

શહેરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૦૪ માં આજે વહેલી સવારે એક દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે. કાચું મકાન અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.

 

 

શહેરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૦૪ માં આજે વહેલી સવારે એક દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે. કાચું મકાન અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.માહિતી મુજબ ઇમરાન મુસ્તાક બંગલાવાળા પોતાના મકાનના પાછળના ભાગમાં એકલા સુતા હતા. ત્યારે આજે સવારે અંદાજે ૬:૩૦ વાગ્યાના અરસામાં અચાનક કાચું મકાન ધરાશાયી થયું હતું. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત ઇમરાન મુસ્તાક બંગલાવાળાને સારવાર અર્થે શહેરાની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઇજાગ્રસ્તને પગના ભાગે નાની-મોટી ઇજાઓ પહોંચી છે, કમરના ભાગે છોલાયેલા નિશાન જોવા મળ્યા છે તેમજ માથાના ભાગે પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સ્થિતિ સસ્પેક્ટિવ લાગતા તબીબોની સલાહ મુજબ તેમને વધુ સારવાર માટે શહેરાથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને નગરપાલિકા સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો ચીફ જાવિદ બાપુ પંચમહાલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!