Uncategorized

બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન હદના અલારસા ગામની સીમમાંથી

 

બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન હદના અલારસા ગામની સીમમાંથી

 

મળેલ લાશની હત્યાનો ભેદ ઉકેલી, બે ઇસમોની ધરપકડ કરતી

 

બોરસદ ટાઉન પોલીસ

 

ગત તા.૨૦/૦૯/૨૦૨૬ નારોજ બોરસદ ટાઉન પો.સ્ટે. અમોત નં.૧૦/૨૦૨૬ બી.એન.એસ.એસ.કલમ ૧૯૪ મુજબનો બનાવ દાખલ થયેલ હતો. તેની વિગત એવી છે કે, મરણ જનાર શબ્બીરશા અકબરશા દિવાન ઉ.વ. ૩૫ રહે.આંકલાવ, બાલમશા પીરની દરગાહ પાસે તા.આંકલાવ જી.આણંદ નાઓની લાશ કોસીન્દ્રા ગામની સીમમાં આવેલ આરી કારી માતાના મંદિર પાસે આવેલ અલારસા ગામની સીમમાં ઘાસવાળા ખેતરમાંથી મળી આવેલ હતી.

 

આ કામે મરણ જનાર આંકલાવનો હોય અને અલારસા ગામની સીમમાંથી સદર ઇસમની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ હોય બનાવની ગંભીરતા ધ્યાને લઇ પ્રથમ મરણ જનારના મોતનું કારણ જાણવા શ્રીકૃષ્ણ હોસ્પીટલ કરમસદ ખાતે ફોરેન્સીક પેનલ ડોકટર મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ કરવામાં આવેલ જે પોસ્ટ મોર્ટમ દરમ્યાન મરણ જનારનું મોત ગળું દબાવી થયેલ હોવાની હકીકત જણાઇ આવેલ હતી. જેથી આ બાબતની ગંભીરતા લઇને આણંદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જી.જી.જસાણી સાહેબ નાઓએ આ બનાવની તટસ્થ અને તલસ્પર્શી તપાસ કરવા સારૂ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.પી.કહાર, બોરસદ વિભાગ નાઓને સુચના આપેલ તેમજ એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી વી.ડી.ઝાલાનાઓને સ્થળ ઉપર મોકલી આપી તપાસમાં સાથે જોડાઇને બે ટીમો બનાવીને એલ.સી.બી. તથા સ્થાનીક બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ.શ્રી પી.બી.જાદવ, નાઓની ટીમો અલગ અલગ એન્ગલ/દિશાએ તપાસ શરૂ કરેલ હતી.

 

જે તપાસમાં મરણ જનાર ઇસમની દિનચર્યાની તપાસ કરતા ક્યાંથી નીકળી, કોને કોને મળેલ છે તે બાબતે તપાસ કરતા/કરાવતા આ વિસ્તારના એન્ટ્રી /એકજીટ પોઇન્ટ તેમજ રોડ સાઇટના ચારે દિશા તરફના અલગ અલગ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા /કરાવતા આ મરણ જનાર સાથે બીજા બે ઇસમો બાઇક ઉપર પીપળી ગામેથી કોસીન્દ્રા ગામમાં અને આરી કારીના મેળામાં ગયેલાની હકીકત જણાઇ આવતા, આમ Last Seen to gather બંને ઇસમોની ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ કરતા/કરાવતા ભાદરણીયા ગામના (૧)લલીતચંદ્ર ઉર્ફે લલો

 

કાભયભાઇ ઠાકોર (૨) કીરણભાઇ ઉર્ફે કીરો સોમાભાઈ રાઠોડ નાઓ હોવાની હકીકત જાણવા મળેલ. જેથી તાત્કાલીક આ બંને ઇસમોને અલગ અલગ ટીમો મારફતે રાઉન્ડઅપ કરી યુકિત-પ્રયુકિતથી આકરી પુછપરછ અને ક્રોસ પુછપરછ તેમજ જોઇન્ટ ઇન્ટ્રોગેશન દરમ્યાન બંનેઆરોપીઓએ જણાવેલ કે તા.૧૯/૦૯/૨૦૨૬ ના રોજ મરણ જનાર સાથે જુગાર રમવા બેઠા હતા ત્યારે જુગારના પૈસાની લેતી દેતી બાબતે એકબીજા સાથે બોલાચાલી ઝઘડો થતા બંને જણા પૈકી લલીતચંદ્ર કાભયભાઇ ઠાકોર નાઓએ મરણ જનારનું ગળું દબાવી અને કીરણભાઇ સોમાભાઇ રાઠોડ નાઓએ મરણ જનારના પગ પકડી રાખી મોત નીપજાવેલાની હકીકતની કેફીયત આપેલ હોઇ, જે બનાવની મરણજનારના ભાઇએ હત્યા કરેલાની ફરીયાદ જાહેર કરતા બોરસદ ટાઉન પો.સ્ટે. ગુના નંબર ૧૧૨૧૫૦૦૬૨૬૦૪૮૩ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૧૦૩(૧),૫૪ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ.

 

બંને આરોપીને ધોરણસર અટકાયત કરીને બંને આરોપીઓથી ગુનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવેલ છે.

 

તેમજ વધુ પુરાવા મેળવવા રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે.

 

આરોપીઓના નામ સરનામા:-

 

(૧) લલીતચંદ્ર ઉર્ફે લલો કાભયભાઇ ઠાકોર રહે.ભાદરણીયા, જોગણી માતાવાળું ફળીયું. તા.બોરસદ જી.આણંદ (૨) કીરણભાઇ ઉર્ફે કીરો સોમાભાઇ રાઠોડ રહે.ભાદરણીયા, ગુંદીવાળું ફળીયું તા.બોરસદ જી.આણંદ

 

કામગીરી કરનાર પોલીસ ટીમ:-

 

બોરસદ ટાઉન પોલીસ સ્ટેશની ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, આણંદ ની ટીમ

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!