ઓનલાઇન સંગીત સ્પર્ધામાં ટ્રોફી મેળવવાનો અવિરત પ્રવાહ

ઓનલાઇન સંગીત સ્પર્ધામાં ટ્રોફી મેળવવાનો અવિરત પ્રવાહ
ડૉ. કિરણકુમાર પી. બૌદ્ધને આજ રોજ વધુ ચાર ટ્રોફી પ્રાપ્ત
સંગીત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અને સતત સફળતા હાંસલ કરી રહેલા ડૉ. કિરણકુમાર પી. બૌદ્ધને ઓનલાઇન સંગીત સ્પર્ધામાં વધુ ચાર ટ્રોફી પ્રાપ્ત થતાં તેમની સિદ્ધિઓમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.
ડૉ. કિરણકુમાર પી. બૌદ્ધ વ્યવસાયે શિક્ષક છે. તેમને બાળપણથી જ સંગીતનો ખૂબ જ શોખ રહ્યો છે. પોતાના માનીતા ગાયક કલાકારોનાં ગીતો સાંભળવા તેમજ ગાવાનો તેમને બાળપણથી જ શોખ રહ્યો છે. વર્ષ 2022થી તેમણે ઓનલાઇન સંગીત સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. છેલ્લા ચાર વર્ષ દરમિયાન તેમણે સંગીત ક્ષેત્રે સતત મહેનત અને પ્રતિભાના જોરે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
આજ રોજ પ્રાપ્ત થયેલી વધુ ચાર ટ્રોફી સાથે વર્ષ 2026માં તેમની ટ્રોફીની સંખ્યા 24 થઈ છે, જ્યારે અત્યાર સુધીમાં પ્રાપ્ત કરેલી કુલ ટ્રોફીની સંખ્યા 54 જેટલી થઈ છે.
સંગીત ક્ષેત્રે સફળતા સાથે ડૉ. કિરણકુમાર પી. બૌદ્ધ સામાજિક સેવા અને શિક્ષણ ક્ષેત્રે પણ વિવિધ પુરસ્કારો પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેમની આ સિદ્ધિઓથી તેઓ જે સંસ્થામાં ફરજ બજાવે છે તે આશ્રમશાળા પરિવાર તેમજ સમગ્ર સમાજનું નામ રોશન કરી રહ્યા છે.
સતત સફળતાના આ અવિરત પ્રવાહ બદલ ડૉ. કિરણકુમાર પી. બૌદ્ધની સિદ્ધિની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.