Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

આજથી ગુજરાત ભરમાં માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12 મા ની પરિક્ષાઓનો પ્રારંભ, નબીપુર કેન્દ્ર ઉપર ધોરણ 10 ની પરીક્ષણો શાંતિમય માહોલમાં શુભારંભ.

 

 

 

*આજથી ગુજરાત ભરમાં માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12 મા ની પરિક્ષાઓનો પ્રારંભ, નબીપુર કેન્દ્ર ઉપર ધોરણ 10 ની પરીક્ષણો શાંતિમય માહોલમાં શુભારંભ.*

શૈક્ષણિક વર્ષ 2025 – 26 ની ગુજરાત શૈક્ષણિક બોર્ડની ધોરણ 10 અને 12 ની પરિક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર કેન્દ્ર ખાતે ધોરણ 10 ની પરીક્ષા શરૂ થઈ છે. જેમાં કુલ 272 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે જે પૈકી 271 પરીક્ષાર્થીઓ હાજર રહયા હતા. આ કેન્દ્ર મા *નબીપુર, સીતપોણ, દયાદરા અને થામ* હાઈસ્કૂલના બાળકો પરીક્ષા આપી રહયા છે. પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા ના પ્રારંભે નબીપુર એઝ્યુકેશન બોર્ડના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો અને નબીપુર હાઈસ્કૂલના આચાર્ય દ્વારા પરિક્ષાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરી ઉત્સાહ વધારાયો હતો. નબીપુર હાઈસ્કૂલના શિક્ષક ગણે બાળકોને તેમના પરીક્ષા ખંડમાં પોતાની બેઠકો મેળવવામાં મદદ કરી હતી. પરીક્ષા એકદમ શાંતિમય વાતાવરણ મા ચાલે અને બાળકો શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તે માટે નબીપુર ગ્રામ પંચાયતે પણ પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારની તમામ લારી, ગલ્લા, પથારાવાળાઓને દૂર કર્યા હતા જેથી સ્કૂલની આજુબાજુનું વાતાવરણ શાંત રહે. પરીક્ષા કેન્દ્ર ઉપર ગુજરાત પોલીસના નબીપુર પોલીસ મથકે પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો.,,****(* નબીપુર_*માંચ મોહસીન કારા રિપોર્ટર*)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!