Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો વિવિધ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ સાથે સ્વાતંત્ર પર્વની ઉમરેઠ ખાતે ભવ્ય ઉજવણી

 

૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો

 

 

 

વિવિધ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ સાથે સ્વાતંત્ર પર્વની ઉમરેઠ ખાતે ભવ્ય ઉજવણી

 

***

 

ઉમરેઠ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી : પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડ નિરીક્ષણ કર્યું

 

***

 

વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ : મંત્રીશ્રી સંજયસિંહ મહીડા

 

***

 

ઉમરેઠ તાલુકાને વિકાસ કામો માટે મંત્રીશ્રીના વરદ્હસ્તે રૂ.૨૫ લાખનો ચેક એનાયત

 

***

 

જિલ્લાને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે નામના અપાવનારા વિશિષ્ટ વ્યક્તિશ્રીઓનું તથા જિલ્લાના કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ/કર્મચારીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન

 

***

 

 

 

આણંદ, શનિવાર :::: દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આણંદ જિલ્લાના ઉમરેઠ એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી અને પરેડ નિરીક્ષણ કર્યું હતુ.

 

 

 

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ જિલ્લાવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી આઝાદીના મહાયજ્ઞમાં સર્વોચ્ચ બલિદાન આપનાર અમર ક્રાંતિકારીઓ અને શહીદોને તેમણે ભાવપૂર્ણ વંદન કર્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ સહિતના મહાપુરૂષો અને નામી – અનામી શહીદોને યાદ કરી તેમને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

 

 

 

આ પ્રસંગે મંત્રીશ્રીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ આણંદની પવિત્ર ભૂમિ પર તિરંગો લહેરાવવાનો અવસર મળવો એ ગૌરવની વાત છે તેમ જણાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત અગ્રેસર હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના અને પીએમ સૂર્યઘર યોજના જેવી કેન્દ્ર સરકારની પ્રત્યેક જનકલ્યાણ યોજનાઓના અમલીકરણમાં ગુજરાતે દેશભરમાં આગળની હરોળમાં સ્થાન મેળવ્યું છે.

 

 

 

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ૧૬૦૦ કિમી લાંબા દરિયાકાંઠે સુરક્ષા વધુ મજબૂત બની છે, એટીએસની સફળ કામગીરી, અસામાજિક તત્વો સામે ‘ઓપરેશન ડેલ્ટા’ અને ગુમ થયેલા બાળકો-નાગરિકોને પરિવારો સાથે પુનઃમિલન કરાવતું ‘ઓપરેશન મુસ્કાન’ સફળતાપૂર્વક પાર પાડવા જેવા કાર્યોની સાથે સાયબર ક્રાઈમ સામે મહિલા અને બાળકોની સુરક્ષા માટે ‘કવચ કેન્દ્ર’ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!