Uncategorized

શહેરાની સંસ્કાર પ્રાથમિક શાળામાં નવી કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન.  સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળામાં 4 સપ્ટેમ્બરના રોજ સમારોહ યોજાયો.

 

શહેરાની સંસ્કાર પ્રાથમિક શાળામાં નવી કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન.

 

સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળામાં 4 સપ્ટેમ્બરના રોજ સમારોહ યોજાયો.

 

શહેરા ખાતે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પહેલરૂપે સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર પ્રાથમિક શાળામાં તા. ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નવીન કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો.

 

સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે નગીના મસ્જિદના પેશ ઇમામ મૌલાના સલીમ અશરફી સાહબ તેમજ મદીના મસ્જિદના પેશ ઇમામ મૌલાના સૈયદ તૈયબ અલી સાહબ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો, મુસ્લિમ સિપાહી કસ્બા સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને હોદ્દેદારો, સમાજના આગેવાનો તથા રાજકીય આગેવાનોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.

 

મહાનુભાવોના હસ્તે નવીન કોમ્પ્યુટર લેબનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં ટેકનોલોજીનું મહત્વ સમજાવી આધુનિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરિત કર્યા હતા.

 

નવી કોમ્પ્યુટર લેબના પ્રારંભથી વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શિક્ષણ, ડિજિટલ જ્ઞાન અને ટેકનિકલ કૌશલ્ય પ્રાપ્ત કરવાની વધુ સારી તક મળશે. આ સુવિધા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

 

કાર્યક્રમ અંતે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, દાતાશ્રીઓ અને સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

બ્યુરો ચીફ જાવેદ બાપુ પંચમહાલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!