Uncategorized

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ પૂર્વે ગ્રામ્ય કક્ષાએ સફાઇ અભિયાન ગામડાઓમાં જાહેર સ્થળો, શાળાઓ, આંગણવાડીઓ, શેરીઓમાં કરાઇ સફાઇ કામગીરી

 

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ પૂર્વે ગ્રામ્ય કક્ષાએ સફાઇ અભિયાન

 

ગામડાઓમાં જાહેર સ્થળો, શાળાઓ, આંગણવાડીઓ, શેરીઓમાં કરાઇ સફાઇ કામગીરી

 

(વડોદરા, તા.૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર) વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ પૂર્વે આગમન નિમિત્તે ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ મોટા કચરાના હોટ સ્પોટ અને ડમ્પિંગ સાઈટ ની ખાસ સફાઈ કરવામાં આવેલ છે.

 

જેમાં તમામ સાર્વજનિક સ્થળો જેમકે બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, બજારો, હાઈ-વેને જોડતા મુખ્ય રસ્તાઓ વગેરે સ્વચ્છ કરાવવમાં આવ્યા હતા. ગામમાં આવેલ લેગસી વેસ્ટની ઓળખ કરી તેનો નિકાલ કરવામાં આવ્યો. ઘર ઘર કચરા કલેક્શન બાદ કચરો નિયત કરેલ ડમ્પિંગ સાઈટ પર લઇ જવામાં આવ્યો હતો. ગામો માંથી ઘન કચરાનો સુવ્યવસ્થિત એકત્રીકરણ,પરિવહન અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે કામગીરી કરવામાં આવી.

 

માત્ર ઘન કચરા જ નહિ પરંતુ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે પણ સુચન થઇ આવેલ છે જે અન્વયે ગટરના પાણીને રીસાયકલીંગ અને રી-યુસ કરાવવમ આવ્યા.

 

તમામ ગામોમાંથી ઘન અને પ્રરવાહી કચરાનો સુવ્યવસ્થિત એકત્રીકરણ,પરિવહન અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે મજુબની કામગીરી કરવા સરપંચશ્રી તલાટી કમ મંત્રીશ્રીને સુચના આપવામાં આવી હતી. પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત સિંગલ યુસ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવી કાપડની થેલીના વપરાશ પર ભાર મુકવો પ્રચાર પ્રસારના કાર્યક્રમ કરવામાં આવ્યા હતો. ખાસ કરીને ઘન કાચરા વ્યવસ્થાપન ૨૦૨૬ના નવા નિયમો વિશે જાગૃતિ કાર્યકમ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું

 

સરપંચશ્રી, પંચાયત સભ્યશ્રીને સાથે રાખી ગ્રુપ એક્ટીવીટી કરી કચરાના નિકાલ વિશે ગ્રામજનોને સમજૂત કરવમ આવ્યા હતા. જેમાં પોસ્ટર, બેનર, ભીત ચિત્રો/સુત્રો ઉપયોગ કરવામાં આવ્યો. અને વધુમાં વધુ લોકોને જોડવા.ખાસ કરીને જન પ્રતિનિધિને જોડવા અને તેઓના પ્રતિભાવો લેવા સુચન કરવામાં આવ્યું હતું

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!