Uncategorized
આંકલાવ તાલુકાના બીલપાડ સીમ વિસ્તારમાં માટી ખનન થતું હોવાની માહિતીના આધારે આણંદ ખાણ-ખનીજ વિભાગની ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
આંકલાવ તાલુકાના બીલપાડ સીમ વિસ્તારમાં માટી ખનન થતું હોવાની માહિતીના આધારે આણંદ ખાણ-ખનીજ વિભાગની ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. બીલપાડ સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી માટી ખનન કરતા ચાર ડમ્પર અને એક જેસીબી મળી આવતા ખાણ-ખનીજ વિભાગે તમામ વાહનો ઝડપી લીધા હતા.
દરોડા દરમિયાન ઝડપી પાડવામાં આવેલા ચાર ડમ્પર અને એક જેસીબીને આંકલાવ પોલીસને સોંપવામાં આવ્યા છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા માટી ખનન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.