Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

વડોદરાના સાયકલિસ્ટે કપરી ગણાતી ‘નોર્થ કેપ ૪૦૦૦’ ચેલેન્જ સર કરી

 

વડોદરાના સાયકલિસ્ટે કપરી ગણાતી ‘નોર્થ કેપ ૪૦૦૦’ ચેલેન્જ સર કરી

 

*******************

 

ધ સાયકલિંગ ક્લબ ઓફ બરોડાના ત્રણ રાઇડર્સે આઠ યુરોપીય દેશોમાં ૪૦૦૦ કિમીની અનસપોર્ટેડ અલ્ટ્રા-સાયકલિંગ સાહસયાત્રા પૂર્ણ કરી

 

(વડોદરા, તા.૧૭ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર) સહનશક્તિના એક નોંધપાત્ર પરાક્રમમાં ધ સાયકલિંગ ક્લબ ઓફ બરોડાના ત્રણ સાયકલિસ્ટ- ડો. પાર્થિવ પટેલ, ડો. પ્રાચી પાટીલ અને કમલકાંત સક્ષેનાએ પ્રતિષ્ઠિત નોર્થ કેપ ૪૦૦૦ની નવમી આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વડોદરાને વૈશ્વિક સાયકલિંગ મેપ પર સ્થાન અપાવ્યું છે. ૨૫ જુલાઈ ૨૦૨૬ના રોજ ઇટાલીના રોવેરેટોથી આ ચેલેન્જ શરૂ કર્યા પછી આ ત્રિપુટીએ નિર્ધારિત ૨૦ દિવસની સમયમર્યાદામાં ફિનિશ લાઇન પાર કરી હતી.

 

આ કપરી અનસપોર્ટેડ અલ્ટ્રા-ડિસ્ટન્સ સાયકલિંગ ચેલેન્જમાં લગભગ ૪૦૦૦ કિમીનું અંતર અને આશરે ૩૦,૦૦૦ મીટરની ઊંચાઈ (એલિવેશન ગેઇન) આવરી લેવામાં આવી હતી. જે રાઇડર્સને આઠ યુરોપીય દેશો ઇટાલી, ઓસ્ટ્રિયા, જર્મની, ચેક રિપબ્લિક, પોલેન્ડ, સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વેમાંથી પસાર કરી ગઈ હતી. વૈશ્વિક સ્તરે ૫૦૦ થી વધુ રાઇડર્સે ભાગ લીધો હતો. જેમાં ભારતમાંથી માત્ર નવ રાઇડર્સ હતા અને તેમાંથી ત્રણ વડોદરાના TCCB ના હતા.

 

કોઈપણ સપોર્ટ વ્હીકલ વગર, રાઇડર્સે જાતે જ રૂટ નેવિગેટ કરવાનો હતો. ખોરાક અને રહેવાની વ્યવસ્થા કરવાની હતી તેમજ સાયકલ રિપેરિંગ પણ જાતે જ સંભાળવાનું હતું. અતિશય ખરાબ હવામાન, થીજવી દેતા આર્ક્ટિક પવનો, વરસાદ, સીધા ચઢાણ અને ઊંઘની ભારે કમીએ તેમની શારીરિક અને માનસિક સહનશક્તિની પરીક્ષા લીધી હતી. તેમની આ સિદ્ધિએ વડોદરામાં એન્ડ્યુરન્સ સાયકલિંગ માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે અને સ્થાનિક સાયકલિંગ પ્રેમીઓને આંતરરાષ્ટ્રીય સાહસો ખેડવા માટે પ્રેરણા આપશે તેવી અપેક્ષા છે.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!