Uncategorized

આણંદ આંકલાવ.તાલુકાના ઉમેટા.કામધેનુ રિસોર્ટમાં બે જોડિયા બાળકોના કરુણ મોત

 

આણંદ આંકલાવ.તાલુકાના ઉમેટા.કામધેનુ રિસોર્ટમાં બે જોડિયા બાળકોના કરુણ મોત

ઉમેટા નજીકના કામધેનુ રિસોર્ટમાંથી હચમચાવી દેતી ઘટના સામે આવી

શનિ-રવિની રજા માણવા પરિવાર સાથે આવેલા વડોદરાના તાદલજાના પરિવારનાબે.માસૂમ જોડિયા બાળકોનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત થયું

27 ઓગસ્ટે જન્મદિવસ ઉજવવાના હતા… પરંતુ જન્મદિવસના માત્ર 11 દિવસ પહેલાં જ બંને ભાઈઓનું એકસાથે મોત થતાં પરિવાર પર જાણે આભતૂટીપડ્યુંછે.પરિવારે રિસોર્ટ મેનેજમેન્ટની બેદરકારીનો આક્ષેપ કર્યો છે… ત્યારે આખા મામલે આંકલાવ પોલીસે તપાસ શરૂ કરી છે.

વડોદરાના તાદલજાનો સિદ્દીકી પરિવાર શનિ-રવિની રજા માણવા ઉમેટા નજીક આવેલા કામધેનુ રિસોર્ટમાં આવ્યો હતો…પરિવારને ક્યાં ખબર હતી કે રજાનો આ દિવસ તેમના જીવનનો સૌથી કાળો દિવસ બની જશે.પરિવારના જોડિયા બાળકો હમજા સિદ્દીકી અને નોમાન સિદ્દીકી સ્વિમિંગ પૂલમાં નાહવા ગયા હતા.

આક્ષેપ છે કે બંને બાળકો એડલ્ટ સ્વિમિંગ પૂલમાં પહોંચી ગયા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા.

બાળકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ બંને માસૂમના જીવ બચાવી શકાયા નહીં.

સૌથી કરુણ વાત એ છે કે બંને જોડિયા ભાઈઓનો જન્મદિવસ આગામી 27 ઓગસ્ટે આવવાનો હતો.

બાળકોએ રિસોર્ટમાં જવાની જીદ કરી હતી… પિતાને પણ સાથે આવવા માટે મનાવ્યા હતા.

પરિવારને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે બાળકો સાથે વિતાવેલી આ રજા તેમના જીવનની અંતિમ યાદ બની જશે.એક સાથે બે સંતાનો ગુમાવતા સિદ્દીકી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.બાળકોના મોત બાદ પરિવારજનો દ્વારા રિસોર્ટ મેનેજમેન્ટ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે.

બાળકો માટેના સ્વિમિંગ પૂલ અને એડલ્ટ પૂલની વ્યવસ્થા, સુરક્ષા, દેખરેખ સહિતના મુદ્દાઓ હવે સવાલોના ઘેરામાં છે.

આંકલાવ પોલીસે કામધેનુ રિસોર્ટ ખાતે તપાસ શરૂ કરી છે.બંને બાળકોના મોતમાં કોની બેદરકારી હતી? રિસોર્ટમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં? અને નિયમોનું પાલન થયું હતું કે નહીં? તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.

લાલ બત્તી એંગલ

રજાઓમાં પરિવાર સાથે રિસોર્ટમાં મોજ-મસ્તી કરવા જતા પરિવારો માટે આ ઘટના એક મોટી લાલ બત્તી સમાન છે.સ્વિમિંગ પૂલમાં બાળકોની સુરક્ષા માટે પૂરતી દેખરેખ,અલગ પૂલની સ્પષ્ટ વ્યવસ્થા, સુરક્ષા કર્મચારી અને જરૂરી સેફ્ટી સાધનો છે કે નહીં… તે તપાસ્યા વિના બાળકોને પાણીમાં ઉતારવા કેટલું જોખમી બની શકે છે, તેનું જીવંત ઉદાહરણ આ કરુણ ઘટના છે.બે જોડિયા ભાઈઓનું એકસાથે મોત.અને જન્મદિવસના થોડા દિવસો પહેલાં જ પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ.

બાઈટ/આયત સિદ્દીકી મૃતક ની બહેનબાઈટ/શેરખાન સિદ્દીકી મૃતક ના સંબંધી

બાઈટ/મોઇસ સિદ્દીકી મૃતક નો ભાઈ. પાટવીગુજરાતીન્યૂઝ. સીઓ રાજયુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!