Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

આણંદ ખાતે ₹૨૨.૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરાયું

 

આણંદ ખાતે ₹૨૨.૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરાયું

 

***

 

આ સ્પોર્ટ સંકુલ રમત-ગમત ક્ષેત્રે યુવાનો માટે નવો રાહ કંડારાશે : ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ

 

***

 

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રાજ્યભરમાં રૂ.૩૮૮ કરોડથી વધુ રકમના વિવિધ રમત સંકુલ-લાઇબ્રેરીનું કરાયું ઇ ભૂમિપૂજન- ઇ લોકાર્પણ

 

***

 

આણંદ, બુધવાર:::: આણંદ ખાતે સ્પોર્ટ્સ સંકુલ બનાવવા માટે આણંદના ધારાસભ્યશ્રીની રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આણંદ ખાતે આધુનિક સ્પોટ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આણંદ ખાતે ₹૨૨.૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ આજે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, આણંદ જિલ્લાના અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલ, કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, મનપાના ડેપ્યુટી મેયર શ્રી કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુરભાઈ સુથારના હસ્તે કરવામાં આવ્યું હતું.

 

 

 

આ તકે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ રૂ.૩૮૮ કરોડથી વધુ રકમના ખર્ચે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા કક્ષાના ૧૧ રમત સંકુલ, ૦૭ લાયબ્રેરી અને ૦૨ સ્ટડી હોલ, જિલ્લા કક્ષાના ૦૭ રમત સંકુલ, ૦૫ લાયબ્રેરી તેમજ ૦૨ નગરપાલિકા લાયબ્રેરીનો સમાવેશ થાય છે. આ યોજનાઓ હેઠળ અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, વડોદરા સહિતના જિલ્લાઓમાં જિલ્લા અને તાલુકા કક્ષાના રમતગમત સંકુલ, આધુનિક પુસ્તકાલયો, સ્ટડી હોલ, સ્પોર્ટ્સ હોસ્ટેલ, ૪૦૦ મીટર એથલેટિક સિન્થેટિક ટ્રેક, એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડ તેમજ કેમ્પસ ડેવલપમેન્ટ જેવાં જનહિતકારી કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

 

 

આણંદ આણંદ ખાતે સ્પોર્ટ સંકુલના ઉદ્ઘાટન બાદ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં શરૂ કરવામાં આવેલી ‘શક્તિપૂંજ’ યોજના અને તેમની દીર્ઘદ્રષ્ટિને આગળ ધપાવતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સમગ્ર રાજ્યમાં રમત-ગમત ક્ષેત્રના વિકાસ અર્થે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

 

આણંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે આણંદ નગરપાલિકા દ્વારા ૭ એકર જેટલી જમીન માત્ર ₹૧ના ટોકન ભાડાથી ફાળવવામાં આવી છે, જેના પર ગુજરાત સરકાર દ્વારા ₹૨૨.૫૨ કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરાયું છે.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!