આણંદ જિલ્લા. આંકલાવમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્યતિરંગા યાત્રા યોજાઇ
આણંદ જિલ્લા. આંકલાવમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્યતિરંગા યાત્રા યોજાઇ
(આંકલાવ.૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર) નારોજ દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ આંકલાવ.હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને ભારત માતાના જયઘોષ સાથે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આતિરંગા યાત્રાથી સમગ્ર આંકલાવમૉ.દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. યાત્રા દરમિયાન દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને દેશ પ્રત્યેની એકતા, અખંડિતતા તથા ગૌરવની ભાવનાને ઉજાગર કરતી રહી હતી.યાત્રામાં આંકલાવના મામલતદાર એસ એમ સેંઘવા સાહેબ આંકલાવ.નગરપાલિકાના ચીફ ઓફિસર ઠક્કર સાહેબ મોકલાવ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઉન્નતિબેન પટેલ નગરપાલિકાના સ્ટાફ આંકલાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી મોદી સાહેબ તથા પોલીસ સ્ટાફ અને આંકલાવશહેર તેમજ તાલુકાના ભાજપ પ્રમુખ શ્રીઓ.મહામંત્રી અને સંગઠનના કાર્યકરો નગરજનો શિક્ષકશ્રીઓ સહિત તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ