Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

સાવલી પંથકમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં નગરપાલીકા દ્વારા સઘન સફાઇ અભિયાન

 

સાવલી પંથકમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં નગરપાલીકા દ્વારા સઘન સફાઇ અભિયાન

 

(વડોદરા, તા.૦૨ ઓગસ્ટ ૨૦૨૬, રવિવાર) વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાંથી પાણી ઓસરતાં જ નાગરિકોના આરોગ્ય અને સુવિધાને ધ્યાને રાખીને સાવલી નગરપાલિકા તંત્ર દ્વારા યુદ્ધધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણી ભરાવાના કારણે માર્ગો પર જમા થયેલ કાદવ-કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેથી રોગચાળો ન ફેલાય અને વાહનવ્યવહાર પૂર્વવત કરી શકાય. અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવલી મેઇન બજાર, બારોટવાગા વિસ્તાર, ભીમનાથ મંદિર પોઇચા ચોકડી જેવા વિસ્તારોમાં સાવલી નગરપાલિકા તંત્ર દ્વારા ઝુંબેશરૂપે સફાઇ અભિયાન હાથ ધરાયું છે.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!