Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

ડભોઇમાં ચાર હજાર જેટલા ફૂડપેકેટ્સનું વિતરણ કરાયું

 

ડભોઇમાં ચાર હજાર જેટલા ફૂડપેકેટ્સનું વિતરણ કરાયું

 

***********************

 

ભીલાપુર, અંબાવ, કરાલી, ઢોલાર, કરાલીપૂરા, દંગીવાડ, નારણપૂરા સહિતના ગામોમાં સૂકી ખાદ્ય સામગ્રીનું વિતરણ

 

(વડોદરા, તા.૦૧ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર) ડભોઇ તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે મુશ્કેલી અનુભવી રહેલા પરિવારોને વ્હારે તાલુકા તંત્ર આવ્યું છે અને આવી સ્થિતિમાં જરૂરતમંદોને પડખે ઉભું રહ્યું છે. તાલુકા તંત્રએ આવી સ્થિતિમાં ૪ હજાર કરતા પણ વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું છે.

 

વરસાદની સ્થિતિ સામાન્ય પડતા અધિક કલેક્ટર શ્રી હિમાંશુ પરીખ, પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમાર સહિત મામલતદાર અને પ્રાંત કચેરીના કર્મયોગીઓ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવા માટે ગામોમાં પહોંચી ગયા હતા. જે ગામોમાં વધારે પાણી ભરાયા હોય એવા ગામોને અગ્રતા આપવામાં આવી હતી.

 

કલેક્ટરશ્રીની સૂચના મુજબ કરવામાં આવેલી પૂર્વ તૈયારી પણ અહીં કામે આવી હતી. કારણ કે, આ સૂચનાને અનુસરી તાલુકા તંત્ર દ્વારા ફૂડ પેકેટ્સ તૈયાર રાખવામાં આવ્યા હતા. જેમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતાની પણ સુંદર મદદ મળી હતી. વિતરણ સમયે તેમની પણ ઉપસ્થિતિ રહી હતી.

 

તંત્ર દ્વારા ભીલાપુર, અંબાવ, કરાલી, ઢોલાર, કરાલીપૂરા, દંગીવાડ, નારણપૂરા સહિતના ગામોમાં આ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચાર હજાર જેટલા પેકેસ્ટ સાથે પાણીની બોટલ પણ આપવામાં આવી હતી

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!