રાજલી અને બહેરામપુરામાં ઢાઢર નદીનો પ્રવાહ વધતાં ૧૮૫ ગ્રામજનોને સુરક્ષિત સ્થળાંતરિત કરાયા

રાજલી અને બહેરામપુરામાં ઢાઢર નદીનો પ્રવાહ વધતાં ૧૮૫ ગ્રામજનોને સુરક્ષિત સ્થળાંતરિત કરાયા
(વડોદરા, તા.૦૧ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર) વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસતાં અનેક જગ્યાઓએ પાણી ભરાવાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા હતા. ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ડભોઇ તાલુકાના બહેરામપુરામાં ઢાઢર નદીના પાણીનો પ્રવાહ વધતાં ગ્રામજનોને શાળામાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. જેમા ૩૯ સ્ત્રીઓ,૪૬ પુરૂષો, ૨૧ બાળકો મળી કુલ- ૧૦૬ નાગરીકોને સરપંચશ્રી, શાળાના આચાર્ય તથા એમડીએમ સંચાલકો દ્વારા નાગરિકોને સલામત રીતે શાળાએ સ્થળાંતરિત કરાયા હતા. જીવનજરૂરી વસ્તુઓ, ભોજન અને પાણીની વ્યવસ્થા પ્રાંત અધિકારીશ્રી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ સાથે રાજલી ખાતે પણ પાણી ભરાતાં ૩૭ સ્ત્રીઓ,૨૪ પુરૂષો, ૧૮ બાળકો મળી કુલ- ૭૯ નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા હતા. આમ, રાજલી અને બહેરામપુરાના કુલ-૧૮૫ નાગરિકોને સ્થળાંતરીત કરાયા છે.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ