પેટાચૂંટણી-૨૦૨૬ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત મતદાન માટે ક્વિક રિસ્પોન્સ ટીમ સજ્જ

૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિસ્તાર
************************
પેટાચૂંટણી-૨૦૨૬ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત મતદાન માટે ક્વિક રિસ્પોન્સ ટીમ સજ્જ
(વડોદરા, તા.૩૦ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર) ૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી-૨૦૨૬ને અનુલક્ષીને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રકારની આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) સક્રિયપણે કામગીરી કરી રહી છે.
ક્વિક રિસ્પોન્સ ટીમ વડોદરા મહાનગરપાલિકા સાથે સંકલનમાં રહીને મતદાન માટે નિર્ધારિત તમામ શાળાઓ અને મતદાન મથકોનું સ્થળ નિરીક્ષણ કરી રહી છે.
નિરીક્ષણ દરમિયાન મતદાન સ્થળે જરૂરી માળખાકીય સુવિધાઓ, વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો સહિતની તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.
ઉપરાંત, મતદાન દરમિયાન કોઈપણ પ્રકારની અડચણ, અવરોધ કે અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે સંભવિત મુદ્દાઓનું આગોતરું નિરાકરણ લાવવા તેમજ જરૂરી હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ પૂર્વ તૈયારીઓના પરિણામે ૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત વાતાવરણમાં યોજાય તે માટે તમામ સંબંધિત વિભાગો પરસ્પર સંકલન સાથે કાર્યરત છે.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ