Uncategorized

શહેરામાં ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો, પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે યુવાનો સાથે કર્યો સંવાદ

 

 

*શહેરામાં ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો, પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે યુવાનો સાથે કર્યો સંવાદ*

 

*નગરપાલિકા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદો, જિલ્લા પ્રમુખ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો રહ્યા ઉપસ્થિત.*

 

શહેરા નગરપાલિકા હોલ ખાતે શુક્રવારે ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે યુવાનો સાથે સંવાદ કરી વિકસિત ભારતના સંકલ્પ અને યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું.કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ,સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિત પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યુવાનો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!