Uncategorized

આંકલાવમાં રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટનો 12મો પદવીદાન સમારોહ યોજાયો, વિદ્યાર્થીઓને પદવી એનાયત

 

આંકલાવમાં રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટનો 12મો પદવીદાન સમારોહ યોજાયો, વિદ્યાર્થીઓને પદવી એનાયત

 

આંકલાવ, તા. 4 જુલાઈ: આંકલાવ શિક્ષક ભવન ખાતે સર્વોદય હેલ્થ કેર એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટનો 12મો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજાયો.

 

સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આંકલાવ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ. એમ. અનસારી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આંકલાવ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અશ્વિન પટેલ, એમ. એસ. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હઝરત અલી સૈયદ, ગોત્રી મેડિકલ કોલેજના પેથોલોજિસ્ટ ડૉ. પૂનમબેન રાદડિયા, ડૉ. કંદર્પ વ્યાસ, રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ ડૉ. દીપકભાઈ રાજ, પ્રાથમિક શિક્ષણ સંગઠનના પ્રમુખ માધવસિંહ સોલંકી તેમજ આંકલાવ તાલુકા કન્ઝ્યુમર કૉ ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યક્રમ દરમિયાન અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી તેમજ જીવનમાં સતત પ્રગતિ અને સમાજસેવાની ભાવના સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.

 

કાર્યક્રમના અંતે રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના ટ્યુટર કિશનસિંહ રાજપૂતે ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર સમારોહ ઉત્સાહપૂર્ણ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!