Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

પંચમહાલમાં પ્રતિબંધિત ગ્લુ ટ્રેપ વેચતા 3 વેપારીઓ સામે કાર્યવાહી.*

 

 

*પંચમહાલમાં પ્રતિબંધિત ગ્લુ ટ્રેપ વેચતા 3 વેપારીઓ સામે કાર્યવાહી.*

 

પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસે ગોધરા શહેરમાં પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’ વેચતા ત્રણ વેપારીઓ સામે કાર્યવાહી કરી કુલ 336 ગ્લુ બોર્ડ કિંમત રૂ.41,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના પ્રતિબંધ બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેના આધારે એસ.ઓ.જી. ટીમે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

 

પોલીસે ત્રણેય વેપારીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

પોલીસે ચેતવણી આપી છે કે પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ અથવા ઉપયોગ કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

 

બ્યુરો ચીફ : જાવેદ બાપુ – પંચમહાલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!