Uncategorized

કરજણ ધાવટ માર્ગ ઉપર કાનમ પેપર મિલ માં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, આગ બેકાબુ બનતા મેજર કૉલ આપવામાં આવ્યો હતો…

 

કરજણ ધાવટ માર્ગ ઉપર કાનમ પેપર મિલ માં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, આગ બેકાબુ બનતા મેજર કૉલ આપવામાં આવ્યો હતો…
વડોદરાના કરજણ ધાવટ માર્ગ પર આવેલી કાનમ પેપર મિલમાં ગતરોજ સાંજના સુમારે ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગ બેકાબુ બનતા તંત્ર દ્રારા મેઝર કોલ જાહેર કરતા કરજણ ફાયર, ભરૂચ ફાયર, વડોદરા ફાયર,અંકલેશ્વર GIDC ફાયર ટિમો આગ ઓલવવા કામે લાગી છે. પેપર મિલ મા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી બેકાબુ બનેલી આગ 6 કલાક થવા છતાંકાબુમા આવી ન હતી. ફાયર સેફટી નાં જવાનોને આસપાસ ની કંપનીઓમાંથી પાણી લાવવા ની ફરજ પડી હતી. જેથી મુશ્કેલીનો સામનો કરવાનો વારો ફાયર ટીમોને થયો હતો.
કરજણ નાયબ કલેક્ટર, DYSP સહિત PI , કરજણ મામલતદાર સહિત કરજણ પોલીસ બનાવ સ્થળે દોડી ગયા હતા. લાગેલી ભીષણ આગમાં પેપર મિલને કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!