Uncategorized

પાલેજ સ્થિત મોટામિયા સરકારના બે દિવસીય ઉર્સની ઉજવણી…

 

 

પાલેજ સ્થિત મોટામિયા સરકારના બે દિવસીય ઉર્સની ઉજવણી…

 

–  : જે વૃક્ષની ડાળી નમતી નથી એ ડાળી તૂટી જવાની શક્યતા રહે છે. સૂફીવાદ આપણા સૌને નમતા શીખવાડે છે ::  ડૉ. મતાઉદ્દીન ચિશ્તી સાહેબ…

 

 

ભરૂચના પાલેજના ચિશ્તયા નગર સ્થિત હજરત સૈયદ મોટામિયાં માંગરોલની ગાદીના સંત- બુઝુર્ગ રાજવલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી સાહેબના આસ્તાના પર બે દિવસીય ઉર્સ શરીફની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ઘેર ઘેર ગાય પાળોનો બોધ આપનાર, કોમી એકતાના પ્રખર હિમાયતી, ઘેર ઘેર વૃક્ષો વાવો, માનવસેવા કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિના પ્રણેતા, શિક્ષણ, ઘેર ઘેર સંસ્કાર મેળવો તેમજ આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી સાથે સંકળાયેલા પાલેજ સ્થિત વિશ્વ વિખ્યાત સંત રાજવલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી ત્રીજા (રહ.) સાહેબનો વાર્ષિક  ઉર્સ શરીફની દર વર્ષે ચૈત્ર સુદ પૂનમે બે દિવસ માટે ઉજવણી થાય છે. દેશ-વિદેશથી અહીં હજારોની સંખ્યામાં હિંદુ મુસ્લિમ સંપ્રદાયના લોકોની મેદની કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે.

 

કાર્યક્રમ સ્થળે સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડૉ મતાઉદ્દીન ચિશ્તી સાહેબ આવી પહોંચતા હાજર જનમેદનીએ પોતાની જગ્યા ઉપર ઉભા થઇ બન્ને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેઓના અનુયાયીઓ ચોધરી સમાજના આગેવાનો દ્વારા સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, ડૉ. મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડૉ. મતાઉદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્રોનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.ઉર્સ શરીફ પ્રસંગે પાલેજ પોલીસ ધ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!