પાલેજ સ્થિત હાઇસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય બોર્ડની ધોરણ 10 ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો……..
પાલેજ સ્થિત હાઇસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય બોર્ડની ધોરણ 10 ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો……..
:- ધોરણ 10 એટલે છાત્રો માટે કારકિર્દી બનાવવા માટેનું પ્રથમ પગથિયું, દરેક છાત્ર પોતાની ઉજ્જવળ કારકિર્દી માટે તત્પર રહે છે. ત્યારે આજથી ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હાઇસ્કૂલ કેન્દ્ર ઉપર પણ ધોરણ દસની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પાલેજ, વરેડિયા, દોરા, પાછીયાપુરાના છાત્રો પરીક્ષા આપી રહયા છે. આજે પ્રથમ પેપર હોઇ છાત્રો વહેલી સવારે પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા. પરીક્ષા આપવા આવેલા છાત્રો સાથે તેઓના વાલીઓ પણ જોવા મળ્યા હતા. પોતાના બાળકોને પરીક્ષા બાબતે ટિપ્સ આપતા નજરે પડ્યા હતા.
સાથે સાથે બાળકોને નિર્ભય બની પરીક્ષા આપવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. પરીક્ષા શરૂ થતા પહેલા પાલેજ હાઈસ્કૂલના પ્રમુખ અહમદખાન પઠાણ તેમજ સ્કૂલના શિક્ષિકાએ બાળકોને ગુલાબના ફૂલ અર્પણ કરી તેમજ મોઢુ મીઠુ કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર સંચાલકે છાત્રોને કેન્દ્રમાં પ્રવેશ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કેન્દ્ર ખાતે ૨૨૭ છાત્રો પરીક્ષા આપી રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષા કેન્દ્ર બહાર પાલેજ પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો…
:- ..ભરૂચ…***(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)