સરદાર વલ્લભભાઈ પટેલ શિશુવિહાર અને બાલશાળા, ખેતીવાડી. ખાતે “ગણિત મોડેલ્સ અને ગાણિતિક રમતો”નું આયોજન કરવામાં આવ્યું
*સરદાર વલ્લભભાઈ પટેલ શિશુવિહાર અને બાલશાળા, ખેતીવાડી. ખાતે “ગણિત મોડેલ્સ અને ગાણિતિક રમતો”નું આયોજન કરવામાં આવ્યું*
ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ,સંચાલિત સરદાર વલ્લભ ભાઈ પટેલ શિશુ વિહાર અને બાલ શાળા ખેતીવાડી ખાતે ઉપરોક્ત
કાર્યક્રમમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ ગાણિતિક સિદ્ધાંતો આધારિત સુંદર અને સર્જનાત્મક મોડેલ્સ તૈયાર કર્યા હતા. આકારો, ભાગાકાર-ગુણાકારની રસપ્રદ રીતો, પરિમાણ દર્શાવતા મોડેલ્સ તથા સંખ્યાઓની જાદુઈ રમતો જેવી અનેક રજૂઆતો કરવામાં આવી હતી.આ સાથે ગાણિતિક રમતો દ્વારા વિદ્યાર્થીઓએ આનંદ સાથે અભ્યાસ કરવાનો અનોખો અનુભવ મેળવ્યો. પઝલ, સુડોકુ, તર્કશક્તિ આધારિત પ્રશ્નોત્તરી અને અંક જાદુ જેવી પ્રવૃત્તિઓએ બાળકોમાં આત્મવિશ્વાસ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવી. કાર્યક્રમમાં આ વખતે પપેટ શૉ નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પપેટ અને વાર્તા દ્વારા કઠિન એકમોને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા હતા જે વાલીમિત્રોને ખુબજ આકર્ષક લાગ્યું હતું. વાલીઓ એ બહોળા પ્રમાણમાં હાજરી આપી શાળાની કામગીરીને બિરદાવી હતી.
સંસ્થાના મંત્રીશ્રી કેતનભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી મહેશભાઈ પટેલ તથા શાળાના આચાર્યા શ્રીમતી હીનાબેન ભાવસારે શાળા પરિવારને શુભેરછા પાઠવી હતી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
(રીપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ )