Uncategorized

બોરસદ અને ભાદરણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

 

બોરસદ અને ભાદરણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

 

***

 

તિરંગા યાત્રા દ્વારા જન-જન સુધી રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો

 

***

 

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ

 

****

 

આણંદ, ગુરૂવાર:::: દેશભરમાં ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનને વેગ આપવા અને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવાના ઉમદા હેતુ સાથે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં બોરસદ શહેરી વિસ્તારમાં અને ભાદરણ મુકામે એક ભવ્ય તિરંગા યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

 

આ તિરંગા યાત્રા ભાદરણના ઐતિહાસિક કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ દ્વારા સમગ્ર પંથકમાં દેશભક્તિનો માહોલ ઉભો કરી, પ્રત્યેક નાગરિકને પોતાના ઘર પર ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે બોરસદના શહેરી વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી અને વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા ફરીને દેશભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું.

 

 

 

શિસ્તબદ્ધ રીતે યોજાયેલ આ યાત્રામાં મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી જનતા જોડાઈ હતી બોરસદ અને ભાદરણના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આ યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની જેમાં દેશભક્તિના નારા અને તિરંગાના રંગે રંગાયેલા જનસમૂહ દ્વારા વાતાવરણને રાષ્ટ્રીયતાના રંગે રંગવામાં આવ્યા હતા.

 

 

 

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રપ્રેમની ભાવનાને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે આ યાત્રા એક મહત્વનું માધ્યમ બનશે. આ અવસરે ‘જય હિન્દ’ અને ‘ભારત માતા કી જય’ના નાદ સાથે સમગ્ર બોરસદ શહેર અને ભાદરણ પંથક ગાજી ઉઠ્યું હતું.

 

 

 

આ તિરંગા યાત્રામાં બોરસદના પ્રાંત અધિકારી શ્રી અમિતભાઈ પટેલ, મામલતદાર શ્રી મયુરભાઈ પ્રજાપતિ સહિત અગ્રણીઓ, બોરસદ તાલુકા પંચાયત, નગરપાલિકા અને ભાદરણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો, નગરજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!