Uncategorized

કરજણ તાલુકાના કંડારી ગામે ‘હર ઘર તિરંગા’ યાત્રાનું ઉત્સાહભેર આયોજન કરાયું

 

સં.સં.૦૫૮

 

કરજણ તાલુકાના કંડારી ગામે ‘હર ઘર તિરંગા’ યાત્રાનું ઉત્સાહભેર આયોજન કરાયું

 

***************************

 

વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા સેનાનીઓની વેશભૂષા ધારણ કરી દેશભક્તિના નારા લગાવ્યા

 

(વડોદરા, તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર) ‘હર ઘર તિરંગા’ અભિયાન થકી નાગરિકમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુસર સમગ્ર રાજ્ય સહિત વડોદરા જિલ્લામા પણ વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓ યોજાઇ રહી છે. જે અન્વયે કરજણ તાલુકાના કંડારી ગામે ‘હર ઘર તિરંગા’ યાત્રાનું ઉત્સાહભેર આયોજન કરાયું હતું. આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા સેનાનીઓની વેશભૂષા ધારણ કરી “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” જેવા દેશભક્તિના નારા લગાવી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.

 

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન રબારી, ધારાસભ્યશ્રી અક્ષયભાઇ પટેલ, પ્રાંત અધિકારીશ્રી શિવમ બારીયા મામલતદારશ્રી છાયા પઢિયાર સહિત વિવિધ મહાનુભાવોએ વિશેષ હાજરી આપીને ગ્રામજનો અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે સ્થાનિક પદાધિકારીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!