Uncategorized

વડુ ગામમાં પાણી નિકાલની ગંભીર સમસ્યા: અનેક રજૂઆતો છતાં કાર્યવાહી નહીં, ગ્રામજનોમાં રોષ

 

 

વડુ ગામમાં પાણી નિકાલની ગંભીર સમસ્યા: અનેક રજૂઆતો છતાં કાર્યવાહી નહીં, ગ્રામજનોમાં રોષ

વડોદરા | પાદરા

પાદરા તાલુકાના વડુ ગામમાં વડુ-ડબકા રોડ પર પાણી નિકાલની કાસ અને ગટરનો માર્ગ બંધ થઈ જતાં વરસાદી તેમજ ગટરનું પાણી સતત ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ એક કોમ્પ્લેક્સના બાંધકામ બાદ વર્ષોથી ચાલતો કુદરતી પાણી નિકાલનો માર્ગ બંધ થઈ ગયો હોવાથી છાસરીયા નારા વિસ્તારમાં પાણી ભરાઈ રહે છે.

આ સમસ્યાને કારણે સ્કૂલ જતા બાળકો, મહિલાઓ, વૃદ્ધો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, કોઈ દર્દીને હોસ્પિટલ લઈ જવાનો કે મરણ પ્રસંગે મૃતદેહ લઈ જવાનો પ્રસંગ આવે ત્યારે પણ લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે.

સ્થાનિક રહેવાસી સરફરાઝ દિવાને જણાવ્યું હતું કે આ મુદ્દે તલાટીને બે વખત લેખિત અરજી આપવામાં આવી છે તેમજ સરપંચ અને ગ્રામ પંચાયતને પણ બે વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક સ્થળ તપાસ કરી બંધ કરાયેલી પાણી નિકાલની કાસ અને ગટરનો માર્ગ ફરી શરૂ કરવા તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગામજનો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!