Uncategorized

જંબુસર માં રંગ અવધૂત નગર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્ય જન્મોત્સવ

 

 

જંબુસર માં રંગ અવધૂત નગર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્ય જન્મોત્સવ
જંબુસરમાં રંગ અવધૂત નગર સોસાયટીમાં પ્રતિષ્ઠિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચોથા પાટોત્સવ તથા કષ્ટભંજન હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે પ્રભાત ફેરી, 108 હનુમાન ચાલીસાના પાઠ, મહા આરતી, મહાપ્રસાદી ત્યારબાદ રાત્રે દત્ત બાવનીના પાઠનું આયોજન થયું .
આ સમગ્ર આયોજન રંગ અવધૂત નગર સોસાયટી, સરદાર નગર સોસાયટી તથા ગાયત્રીનગર સોસાયટી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
સોસાયટી કમિટી ના સદસ્ય પુનમભાઈ પટેલ,મહેશભાઈ લીમ્બચીયા, રમણભાઈ મકવાણા, રણજીતસિંહ પરમાર, દિલીપસિંહ સોલંકી, સંજયભાઈ ઇન્દોરી, અલ્પેશ ચૌહાણ , કિરીટભાઈ મરાઠે સાથે શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે આ ભવ્ય આયોજન વિશે માહિતિ આપી હતી.
ઉલ્લેખનીય બાબત એ હતી કે આ ત્રણેય સોસાયટી ને સંગઠિત કરી એક નવી દિશા આપનાર નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર ની ઉપસ્થિતિ પ્રેરણાદાયક હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!