Uncategorized

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઈ ખાતે ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ દ્વારા વ્યાપક આરોગ્યલક્ષી જનસુખાકારી અભિયાનનો પ્રારંભ

 

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઈ ખાતે ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ દ્વારા વ્યાપક આરોગ્યલક્ષી જનસુખાકારી અભિયાનનો પ્રારંભ

 

***

 

પીપળોઈ આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ દ્વારા ‘અમારી સેવાઓ – આપનો સ્વસ્થ પરિવાર’ના અભિગમ સાથે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી

 

***

 

મચ્છરજન્ય રોગચાળા પર નિયંત્રણ અને ગંભીર બીમારીઓના મફત નિદાન માટે ગ્રામીણ સ્તરે સઘન જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન

 

***

 

આણંદ, ગુરૂવાર:::: આણંદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળ કાર્યરત ખંભાત તાલુકાના પીપળોઈ સ્થિત ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ દ્વારા ગ્રામજનોની સુખાકારી માટે એક વિશેષ આરોગ્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ‘અમારી સેવાઓ… આપનો સ્વસ્થ પરિવાર’ના મંત્રને સાર્થક કરવા માટે આરોગ્ય કેન્દ્ર દ્વારા ઘરઆંગણે વિવિધ પાયાની સેવાઓ અને જનજાગૃતિના કાર્યક્રમોનું સઘન આયોજન જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

 

 

 

આ અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા સરકારની મહત્વકાંક્ષી આયુષ્માન ભારત યોજના હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકોના આયુષ્માન કાર્ડ કાઢવાની પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે, જેથી જરૂરિયાતમંદ પરિવારો હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકે.

 

 

 

ચોમાસા બાદ અને બદલાતી ઋતુમાં વકરતા મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે પીપળોઈ આરોગ્ય કેન્દ્ર દ્વારા પોરાનાશક કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ ગ્રામજનોને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા જીવલેણ રોગોથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા સ્થાનો દૂર રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જનજાગૃતિના આ કાર્યક્રમો દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય શિક્ષણ પહોંચાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

 

 

 

ક્ષય એટલે કે ટીબી જેવી ગંભીર બીમારીના નિર્મૂલન માટે પણ આરોગ્ય કેન્દ્ર દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. બે અઠવાડિયાથી વધુ સમયની ખાંસી, તાવ આવવો, વજન ઘટવું કે રાત્રે પરસેવો થવા જેવા લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓના ગળફાની તપાસ કરી નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે છે.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!