Uncategorized

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા ઉમેટા બ્રિજ પરથી સાંજે અંદાજે 6:00 વાગ્યે એક યુવકે મહીસાગર નદીમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક માછીમારોએ સમયસર બહાદુરી અને માનવતા દાખવી નદીમાં કૂદી યુવકને જીવતો બહાર કાઢી તેનો જીવ બચાવ્યો.

પરંતુ આ ઘટનાએ ફરી એક ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે. ઉમેટા બ્રિજ પરથી આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, છતાં દરેક વખતે બચાવની જવાબદારી સ્થાનિક માછીમારો પર જ કેમ આવે છે? શું આંકલાવ તાલુકામાં તાત્કાલિક પાણીમાં બચાવ કામગીરી માટે પૂરતી ફાયર બ્રિગેડ અથવા રેસ્ક્યુ વ્યવસ્થા ઉપલબ્ધ નથી?

જો ઉમેટા બ્રિજ આત્મહત્યાના પ્રયાસો માટે સંવેદનશીલ સ્થળ બની રહ્યું હોય, તો અહીં કાયમી ધોરણે પોલીસ પેટ્રોલિંગ, સુરક્ષા જાળી (Safety Net), સીસીટીવી કેમેરા, ઇમર્જન્સી હેલ્પલાઇન બોર્ડ અને ઝડપી વોટર રેસ્ક્યુ માટે ફાયર બ્રિગેડની સુવિધા કેમ ન ગોઠવવામાં આવે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!