Uncategorized

ખેડામાં આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ મોંઘવારી અને કટોકટી જેવા માહોલ સામે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

 

ખેડામાં આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ મોંઘવારી અને કટોકટી જેવા માહોલ સામે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

 

દેશમાં સતત વધી રહેલી મોંઘવારી, કટોકટી જેવી સ્થિતિ અને જનતાની હાલાકીના વિરોધમાં આજે ખેડા જિલ્લા આમ આદમી પાર્ટી (AAP)

ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી

સંજયસિંહ રાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ‘આંધળી-બહેરી સરકાર’ જાગે તેવા સૂત્રોચ્ચાર સાથે આપના કાર્યકરો અને હોદ્દેદારોએ ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.ખેડૂતો અને ગૃહિણીઓ પરેશાનઆવેદનપત્ર આપતી વખતે આપના આગેવાનોએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે. આસમાને આંબતા ભાવોના કારણે ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને રસોડું ચલાવવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ, ખાતર, બિયારણ અને ડીઝલના વધતા ભાવો તેમજ પાકના યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈને હેરાન-પરેશાન થઈ રહ્યા છે.સરકાર સામે આક્રોશ આપના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સરકાર સામાન્ય જનતા, ખેડૂતો અને મહિલાઓની વેદના સાંભળવામાં નિષ્ફળ રહી છે. દેશમાં અઘોષિત કટોકટી જેવો માહોલ સર્જાયો છે. જનતાના હકોનું દમન થઈ રહ્યું હોવાથી આજે કલેક્ટર મારફત સરકાર સુધી પ્રજાનો અવાજ પહોંચાડવા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો આગામી દિવસોમાં મોંઘવારી પર કાબૂ નહીં મેળવાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!