Uncategorized

સીંગવડ -: દાહોદ જિલ્લા સીંગવડ તાલુકામાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લાના રૂ. ૩૬૭. ૭૮ કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામા આવ્યુ

 

*સીંગવડ -: દાહોદ જિલ્લા સીંગવડ તાલુકામાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લાના રૂ. ૩૬૭. ૭૮ કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામા આવ્યુ*

 

દાહોદ જિલ્લામાં સીંગવડ તાલુકા મા તારીખ ૧૫ માર્ચ ૨૦૨૬ ના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્રારા વિકાસ ના કામો ની ભેટ આપવામાં આવી દાહોદ વહીવટી તંત્ર દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં આવેલ નવીન મામલતદાર કચેરી ની મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લાના રૂ. ૩૬૭. ૭૮ કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ

આ અવસરે વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા આદિજાતી વિકાસ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી પી. સી. બરંડા તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિતિ રહીયા

 

આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, લીમખેડા ધારાસભ્યશ્રી શૈલેષભાઇ ભાભોર, ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, દેવગઢ બારીયા ધારાસભ્યશ્રી બચુભાઈ ખાબડ, દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી તેમજ ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીયા

જેમાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દાહોદના કુલ રૂ. ૧૩૭. ૮૨ કરોડના ૧૦ કામ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દાહોદના કુલ રૂ. ૬૦. ૮૯ કરોડના ૪૪ કામ, જિલ્લા આયોજન કચેરી દાહોદના કુલ રૂ. ૭. ૨૩ કરોડના ૨૨૦ કામ તેમજ આદિજાતી વિકાસ વિભાગ દાહોદના કુલ રૂ. ૮૮. ૭૭ કરોડના ૬૦૧ કામોનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ

 

જયારે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દાહોદના કુલ રૂ. ૭. ૩૮ કરોડના ૧ કામ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દાહોદના કુલ રૂ. ૪૯. ૭૬ કરોડના ૭૬ કામ, જિલ્લા આયોજન કચેરી દાહોદના કુલ રૂ. ૧૩. ૦૧ કરોડાના ૨૫૦ કામ તેમજ આદિજાતી વિકાસ વિભાગ દાહોદના કુલ રૂ. ૨. ૯૨ કરોડના ૧ કામનું લોકાર્પણ કરવામાં આવ્યું આમ, એકંદરે ખાતમુહૂર્તના કુલ રૂ. ૨૯૪. ૭૧ કરોડના ૮૭૫ કામો તેમજ લોકાર્પણના કુલ રૂ. ૭૩. ૦૭ કરોડના ૩૨૮ કામો એમ મળીને કુલ રૂ. ૩૬૭. ૭૮ કરોડના ૧૨૦૩ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું અને કાર્યક્રમની શરૂઆત મહાનુભવોને હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી મુખ્યમંત્રી નું આદિવાસી પરંપરા મુજબ સાપો બાંધી કામઠી આપી કંદોરો પહેરાવી અને ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું દાહોદ સંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા વિકાસને લગતું સંબોધન કરવામાં આવ્યું દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડ ડે દ્વારા શાબ્દિક પ્રવચન અને વહીવટી તંત્ર વતી તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો પુર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના દાહોદ સાસંદ જસવંતસિંહ ભાભોર દ્રારા સ્માર્ટ સિટી દાહોદ અને દાહોદમાં થઈ રહેલા વિકાસ વાત કરવામાં આવી ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઠવાડિયા દ્વારા વિસ્તારપૂર્વક વિકાસ નું વર્ણન કરવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં થઈ રહેલા વિકાસ ની અને અંબાજી થી ઉમર ગામ સુધીના વિકાસની વાત કરવામાં આવી દાહોદ વહીવટી તંત્ર દાહોદ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા સારૂ સંચાલન જોવા મળીયુ અને કાર્યક્રમ ની આભાર વિધી કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો અને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ની ખડે પગે સહાનીય કામગીરી જોવા મળી હતી

 

 

 

*મધ્ય ગુજરાત બીરોચિફ દિપકભાઈ પરમાર સીગવડ દાહોદ *

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!